For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીરાબાઈના સિલ્વર મેડલને ગોલ્ડમાં અપગ્રેડ કરાશે? વેઈટલિફ્ટર ઝિહુઈ હોઉનો એન્ટી-ડોપિંગ ટેસ્ટ કરાશે

ચીનની વેઈટલિફ્ટર ઝિહુઈ હોઉએ શનિવારે વેઈટલિફ્ટીંગમાં ગોલ્ડ મેળવ્યો પરંતુ તેનુ એન્ટી ડોપિંગ પરીક્ષણ સત્તાવાળા દ્વારા કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચીનની વેઈટલિફ્ટર ઝિહુઈ હોઉએ શનિવારે વેઈટલિફ્ટીંગમાં ગોલ્ડ મેળવ્યો હતો પરંતુ તેનુ એન્ટી ડોપિંગ પરીક્ષણ સત્તાવાળા દ્વારા કરવામાં આવવાનુ છે અને જો તે પરીક્ષણમાં નિષ્ફળ જશે તો ભારતની મીરાબાઈ ચાનૂને ગોલ્ડ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ તેને ટોક્યોમાં રોકાવા માટે કહેવામાં આવ્યુ છે, તેનો ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શનિવારે ઝીહુઈ હોઉએ કુલ 210 કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ મેળવ્યો હતો જે એક નવો ઓલિમ્પિક રેકૉર્ડ હતો.

mirabai

તમને જણાવી દઈએ કે નિયમોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યુ છે કે જો કોઈ એથલીટ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો જે ખેલાડીએ રજત જીત્યો હોય તેને ગોલ્ડ આપવામાં આવશે. ટોક્યો ઈન્ટરનેશનલ ફોરમમાં મહિલા 49 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવીને મીરાબાઈ ચાનૂએ ભારત માટે ખાતુ ખોલ્યુ હતુ. ચાનૂએ સ્પર્ધા દરમિયાન ચાર સફળ પ્રયત્નો દરમિયાન કુલ 202 કિગ્રા.(સ્નેચમાં 87 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિગ્રા) વજન ઉચક્યુ હતુ.

ચીનની ઝિહુઈ હાઉએ એક નવો ઓલિમ્પિક રેકૉર્ડ બનાવ્યો હતો જ્યારે ઈન્ડોનેશિયાની વિન્ડી કેન્ટીકાએ કુલ 194 કિગ્રા સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિલ્વર મેડલ સાથે મીરાબાઈ ચાનૂ બીજી ભારતીય વેઈટલિફ્ટર મહિલા બની છે જેણે ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યો હોય. આ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ 2000 સિડની ગેમ્સમાં 69 કિગ્રા. કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એ વખતે પ્રથમ વાર મહિલાઓ માટે વેઈટલિફ્ટીંગ ઓપન થયુ હતુ.

English summary
Mirabai's silver medal will be upgraded to gold? Weightlifter Zhihui Hou will be tested for anti-doping
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X