For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ધોની મળી શકે છે વિશ્રામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ms-dhoni
મુંબઇ, 4 જૂલાઇ: ઇજાગ્રસ્ત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત કેટલાક સિનિયર ખેલાડીઓને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ યોજાનારી પાંચ મેચોની એકદિવસીય શ્રૃંખલા માટે આરામ આપવામાં આવી શકે છે. આ પ્રવાસ માટે આવતીકાલે ટીમની પસંદગી કરવામાં આવશે જેમાં પસંદગી સમિતિ સીનિયર ખેલાડીઓને આરામ આપવા અંગે ચર્ચા કરવામાં આવશે. પસંદગીકર્તાએ વેસ્ટઇન્ડિઝમાં ચાલી રહેલ ત્રિકોણીય શ્રૃંખલા માટે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમને યથાવત રાખી હતી પરંતુ ગત કેટલાક મહિનાઓથી ભારતીય ખેલાડીઓ સતત ક્રિકેટ રમી રહ્યાં છે અને પસંદગી સમિતિની બેઠકમાં ચર્ચાનો વિષય રહેશે કે કોણે આરામ આપવાની જરૂરિયાત છે.

મહેન્દ્ર સિંહ ધોનીની માંસપેશીઓમાં ખેંચાવના કારણે ત્રિકોણીય શ્રૃંખલાની બાકીની મેચોમાં રમી શકશે નહી અને હજુ સુધી એ જાણી શકાયું નથી કે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 24 જૂલાઇથી શરૂ થનારી શ્રૃંખલા માટે હાજર રહેશે કે નહી. જો મહેન્દ્ર સિંહ ધોની આરામ આપવામાં આવે છે તો વિરાટ કોહલી ટીમનું નેતૃત્વ કરશે. પસંદગીકર્તા પાસે ટીમમાં કેટલાક અનુભવી ખેલાડી સામેલ કરવા માટે સીનિયર બેસ્ટમેન ગૌતમ ગંભીરને પરત બોલાવવાનો વિકલ્પ છે.

ડાબોડી બેસ્ટમેન ગૌતમ ગંભીર હાલતમાં નબળા પ્રદર્શનના કારણે તેમને પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું. પરંતુ તેમને મુરલી વિજયના સ્થાને સામેલ કરવામાં આવી શકે છે. વિજયને દિલ્હીના શિખર ધવન સાથે બેટીંગ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી પરંતુ રોહિત શર્માને આ જવાબદારી સોંપવામાં આવી.

English summary
MS Dhoni, who is injured, is doubtful for India's tour to Zimbabwe later this month. The selectors will pick the team on Friday (July 5).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X