ઇજાગ્રસ્ત ધોની બહાર, કોહલી સંભાળશે સુકાન

ધોનીના વિકલ્પ તરીકે બેટ્સમેન અંબાતી રાયુડૂને વેસ્ટઇન્ડિઝ મોકલવામાં આવ્યો છે. બીસીસીઆઇ સચિવ સંજય પટેલએ એક નિવેદનમાં કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સ્નાયુઓ ખેંચાતા વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલી ટ્રાઇ સિરિઝમાંથી બહાર થઇ ગયો છે. સીનિયર પસંદગી સમિતિએ અંબાતી રાયુડૂને તેમના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કર્યા છે. રાયુડૂ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે.
નોંધનીય છે કે, ટ્રાઇ સિરિઝની બાકીની મેચોમાં વિરાટ કોહલી ભારતનું નેતૃત્વ કરશે. જમૈકામાં કાલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટ્રાઇ સિરિઝમાં ભારતના પહેલી મેચમાં બેટિંગ દરમિયાન ધોનીના સ્નાયુ ખેંચાયા હતા, ત્યારબાદ તે વિકેટકીપિંગ કરી શક્યો નહોતો.












Click it and Unblock the Notifications
