અંબાતી રાયડુની સિક્સ પર ઝૂમી રહેલી મિસ્ટ્રી ગર્લ વાયરલ, જાણો કોણ છે વાયરલ ગર્લ?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં 25 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો હતો. પરંતુ આ મેચમાં એક મિસ્ટ્રી ગર્લનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ફેન્સ પણ આ મિસ્ટ્રી ગર્લની સ્ટાઈલ પર ફિદા થયા છે.

ચેન્નઈની સુપર ફેન વાયરલ
જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ બેટિંગ કરી રહી હતી ત્યારે અંબાતી રાયડુ સતત ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો. ચેન્નાઈની ઈનિંગ્સની 16મી ઓવરમાં જ્યારે અંબાતી રાયડુએ સતત ત્રણ સિક્સર ફટકારી ત્યારે ટીવી સ્ક્રીન પર એક ગર્લની પ્રતિક્રિયા જોવા મળી હતી. જે બાદ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
The quality of spectator is very high this year. Such 🔥 #IPL #CSKvsPBKS #IPL2022 pic.twitter.com/NAjmR954TD
— 🇿🇦 The SuperHerbalist 🇵🇸 (@SuperHerbalist) April 25, 2022
એક્સપ્રેશન વાયરલ થયા
આ છોકરી બીજું કોઈ નહીં પણ અભિનેત્રી શ્રુતિ તુલી છે, જે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની આ મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. મેચ દરમિયાન શ્રુતિ તુલીને ટીવી સ્ક્રીન પર બે-ત્રણ વખત બતાવવામાં આવી હતી. તે યલો ટોપ પહેરીને ચેન્નાઈ સુપર કિંગ્સનું સમર્થન કરી રહી હતી. જ્યારે અંબાતી રાયડુ અને એમએસ ધોનીએ સિક્સર ફટકારી તે સમયે શ્રુતિ તુલી ઉછળી ઉઠી હતી.

વાયરલ ગર્લ શ્રુતિ અભિનેત્રી છે
શ્રુતિએ આ વાયરલ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી છે, સાથે જ સ્ટેડિયમની અંદરની ઘણી તસવીરો પણ શેર કરી છે. આ ફોટો વાયરલ થયા બાદ શ્રુતિના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ પણ ખૂબ વધી ગયા છે અને ઘણા મીમ્સ પણ બનવા લાગ્યા છે.
આઈપીએલ દરમિયાન ઘણી મિસ્ટ્રી ગર્લ વાયરલ થઈ છે
તમને જણાવી દઈએ કે આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી ઘણી મિસ્ટ્રી ગર્લ્સ વાયરલ થઈ છે, જેની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહી છે. જો મેચની વાત કરીએ તો આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી. પંજાબ કિંગ્સે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ 176 રન જ બનાવી શકી હતી. ચેન્નઈને છેલ્લી ઓવરમાં 27 રનની જરૂર હતી, જે બનાવી શકી ન હતી.