OMG વિશ્વકપમાં વિરાટ કોહલીની સાથે નહીં રહી શકે અનુષ્કા શર્મા
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: વિશ્વકપ 2015ની ઊંધી ગણતરી શરૂ થઇ ગઇ છે એવામાં દરેક ક્રિકેટ ટીમ વિશ્વકપ માટે કમરતોડ મહેનતમાં લાગી ગઇ છે. પરંતુ આની વચ્ચે નવા-નવા નિયમોએ પણ ખેલાડીયોને થોડા હેરાન-પરેશાન કરી દીધા છે. ક્રિકેટ બોર્ડના હવાલાથી આવેલા સમાચાર આવી રહ્યા છે કે ગયા વર્લ્ડકપની જેમ જ આ વખતે પણ ખેલાડીઓને આટલી મોટી ઇવેન્ટમાં એકાગ્રતા બનાવી રાખવા માટે પત્ની અને ગર્લફ્રેન્ડની સાથે રહેવાની પરવાનગી નથી આપી.
જેના કારણે પરણિત ખેલાડીઓની તો ખબર નથી પરંતુ ટીમ ઇન્ડિયાના સૌથી હોટ લવ બર્ડ્સનું દિલ ચોક્કસ તૂટી શકે છે. આપે બરાબર સમજ્યું, અમે વાત કરી રહ્યા છીએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની.

અત્રે નોંધનીય છે કે ગયા મહિને ખત્મ થયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ માટે અનુષ્કા શર્માને વિશેષ સુવિધા હેઠળ બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા મોકલી હતી. ત્યારબાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પ્રેમ પ્રસંગના કિસ્સાઓથી માત્ર ઇન્ડિયન મીડિયા જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા પણ કાયલ હતું.












Click it and Unblock the Notifications
