ઓલિમ્પિક ખેલાડી કૃષ્ણા પુનિયાએ છેડતી કરનારાને પાઠ ભણાવ્યો

Subscribe to Oneindia News

આંતરાષ્ટ્રીય અને ઓલિમ્પિક ખેલાડી કૃષ્ણા પુનિયાએ પોતાની શાનદાર રમત દ્વારા ભારતનું નામ દુનિયામાં રોશન કર્યુ છે. પરંતુ આ વખતે તેમણે કંઇક એવુ કર્યુ કે દરેક છોકરી તેમના જેવી બહાદૂર બનવા ઇચ્છશે. રાજસ્થાનના ચુરુ જિલ્લામાં 39 વર્ષીય આ ખેલાડીએ જોયુ કે ત્રણ બાઇક સવાર છોકરા બે છોકરીઓનો પીછો કરી રહ્યા છે અને તેમને હેરાન કરી રહ્યા છે. જ્યારે કૃષ્ણાને આ વાતનો અહેસાસ થયો તો તેણે તે બદમાશ છોકરાઓનો પીછો કર્યો અને તેમાંથી એકને ગાડીમાંથી નીચે પાડીને પકડી લીધો.

krishnapooniya

ત્યારબાદ 6 ફૂટ 1 ઇંચ લાંબી આ બહાદૂર ભારતીય ખેલાડીએ પોલિસને બોલાવી અને આરોપીઓને પોલિસને સોંપી દીધા. સ્થળ પર ભીડ જમા થઇ ગઇ. પરંતુ કૃષ્ણા એ વાતથી નારાજ હતી કે ઘટનાની બહુ વાર પછી ત્યાં પોલિસ પહોંચી. કૃષ્ણાએ હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યુ કે જ્યારે મે જોયુ કે ત્રણ છોકરાઓ બે છોકરીઓને હેરાન કરી રહ્યા છે ત્યારે મને લાગ્યુ કે તે મારી છોકરીઓ પણ હોઇ શકતી હતી. પછી મે તે છોકરાઓનો પીછો કર્યો અને તેમને પકડી લીધા.

તેમણે મીડિયા સાથે વાતચીતમાં નિરાશા વ્યક્ત કરતા કહ્યુ કે બે મિનિટના અંતર પર પોલિસ સ્ટેશન હતુ. મે બે વાર ફોન કર્યો તો પણ પોલિસને ઘટના સ્થળ પર પહોંચતા ઘણો સમય લાગ્યો. બાદમાં હું ત્યાં પહોંચી અને પોલિસ સ્ટેશનમાં બધી પ્રક્રિયા પૂર્ણ કરી. તેમણે કહ્યુ કે આપણા દેશમાં લોકોની સૌથી મોટી મુશ્કેલી છે કે કોઇ છોકરીની છેડતી થતા જુએ તો પણ લોકો અવાજ નથી ઉઠાવતા.

English summary
Olympian Krishna Poonia saves girls from harassment
Please Wait while comments are loading...