For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો આ પીચ પર પણ લઇ શકાય છે 20 વિકેટઃ ભુવનેશ્વર કુમાર

|
Google Oneindia Gujarati News

નોટિંગહામ, 11 જુલાઇઃ ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું માનવું છે કે તે અને તેના સાથી બોલર્સે ધીરજને અપનાવવી પડશે અને ટ્રેન્ટ બ્રિજની નિર્જીવ પીચ પર બોલિંગ કરીને ઇંગ્લેન્ડને બે વખત આઉટ કરીને પ્રથમ મેચ જીતવાનું લક્ષ્ય રાખવું જોઇએ.

ટ્રેન્ટ બ્રિજની પીચ નિર્જીવ અને ફ્લેટ છે, આવી પીચનો ફાયદો ઉઠાવી શકે તેવા કેટલાક ભારતીય બોલર્સમાંનો ભુવનેશ્વર કુમાર એક છે, જે પોતાની શિસ્તબદ્ધ બોલિંગ થકી ઇંગ્લેન્ડની બેટિંગ લાઇન અપ માટે મુઝવણ ઉભી કરી શકે છે. બીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા ભુવનેશ્વર કુમારે કહ્યું કે, આપણે આ પીચ પાસેથી વિશેષ કંઇ આશા રાખી શકીએ નહીં. જે પ્રમાણે ભારતીય પીચો પર બોલિંગ કરીએ છીએ તે રીતે આ પીચ પર પણ વિકેટ ટૂ વિકેટ બોલિંગ કરવી પડશે. અમને આ પ્રકારની પીચ પર ઘરેલું ગ્રાઉન્ડમાં રમવાનો સારો અનુભવ છે અને અમે જાણીએ છીએ કે અમારે શું કરવાની જરૂર છે.

તેણે કહ્યું કે, આ પીચમાં વધુ કોઇ બદલાવ આવશે નહીં પરંતુ આગળ જતાં આ પીચ પર બોલ થોડોક ટર્ન લેશે. અમને વિશ્વાસ છેકે અમે ઇંગ્લેન્ડને આઉટ કરી દઇશું અને અમે તેમ કરીશું કારણ કે અમે આ મેચ જીતવા માંગીએ છીએ. ભારતીય ખેલાડીઓને આઉટ કરવામાં ઇંગ્લેન્ડને ઘણી મહેનત કરવી પડી હતી. તેમાં પણ ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ સામીએ શાનદાર 111 રનની ભાગીદારી નોંધાવીને ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધારી દીધી હતી.

ઇંગ્લેન્ડની બોલિંગ ખરાબ નહોતી

ઇંગ્લેન્ડની બોલિંગ ખરાબ નહોતી

જોકે, ભુવનેશ્વર કુમારે કહ્યું છેકે ઇંગ્લેન્ડની બોલિંગ ખરાબ નહોતી, તેમણે અમારા પર ઘણું દબાણ બનાવ્યું હતું. તેમણે અલગ ફિલ્ડિંગ પોજીશન સેટ કરી હતી અને વિવિધ બાબતોને અમારી સામે અજમાવી હતી. આ એક એવી પીચ છે, જેના પણ અલગ અલગ બાબતો કરતી રહેવી પડે છે, જેવું તેમણે કર્યું હતું. છેલ્લી વિકેટ જ્યારે 100 રનની ભાગીદારી કરે ત્યારે બોલર નિરુત્સાહી અને થાક અનુભવવા લાગે છે તેથી તેમણે કેટલાક બિટ અમારી સામે અજમાવ્યા અને અમે અમારા બિટ તેની સામે અજમાવ્યા હતા. ભુવનેશ્વરે આ મેચમાં અણનમ 58 રનની ઇનિંગ રમી હતી. એક સમયે ભારતની નવ વિકેટ 346 પર પડી ગઇ હતી, પરંતુ ભુવનેશ્વર અને સામીની જોડીએ ભારતને 400ની પાર પહોચાડી દીધું હતું.

એક બીજા સાથે સારો તાલમેલ

એક બીજા સાથે સારો તાલમેલ

ભુવનેશ્વર કુમારે કહ્યું કે, જ્યારે સામી પોતાનો પહેલો બોલ રમી રહ્યો હતો ત્યારે અમે વધારે વાતચીત કરી નહોતી, મે પણ સૌથી વધુ બોલ રમવાનો પ્રયાસ કર્યો જેથી તે પણ સેટ થઇ જાય. એકવાર તે સેટ થઇ ગયો અને તેણે પોતાના અંદાજમાં શોટ્સ ફટકારવાનું શરું કર્યું તેનાથી મારો આત્મવિશ્વાસ પણ વધી ગયો હતો. આ પીચ બેટિંગ કરવા માટે અઘરી નહોતી અને અમે બીજું કંઇ વિચાર્યા વગર માત્ર જેમ બને તેમ વધુ સમય રમવાનું નક્કી કર્યું.

બોલિંગ માટે સારો દિવસ નહોતો

બોલિંગ માટે સારો દિવસ નહોતો

આ દિવસ અમારા માટે ખરેખર સારો હતો, પરંતુ એ બોલિંગ માટે સારો નહોતો, ખાસ કરીને મીડિયમ પેસર્સ માટે.

અમે એ સ્કોર હાંસલ કર્યો

અમે એ સ્કોર હાંસલ કર્યો

અમારે પહેલી ઇનિંગમાં 400 અથવા તો 450ની આસપાસનો સ્કોર બનાવવાનો હતો અને અમે એ પ્રમાણે જ રમ્યા હતા. હવે સમય સારી બોલિંગ કરવાનો છે.

English summary
Indian medium-pacer Bhuvneshwar Kumar feels he and his bowling colleagues need to adopt a "patient" approach on a lifeless Trent Bridge wicket if the visitors want to bowl England out twice and win the first Test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X