અલવિદા ફિલિપ હ્યૂજ...કહીને રડી પડ્યો ક્લાર્ક
સિડની, 3 ડિસેમ્બર: ઓસ્ટ્રેલિયાના દિગંવત ક્રિકેટર ફિલિપ હ્યૂજના અંતિમ સંસ્કાર બુધવારે ન્યૂ સાઉથવેલ્સ સ્થિત તેમના શહેર મેક્સિવિલેમાં કરવામાં આવ્યા. આ અવસર પર ઓસ્ટ્રેલિયા ક્રિકેટના તમામ દિગ્ગજ તથા હજારોની સંખ્યામાં ક્રિકેટ ફેન સામેલ થયા. ફિલિપ હ્યૂજના અંતિમ સંસ્કારનું લાઇવ પ્રસારણ ચેનલ નાઇન નેટવર્ક પર કરવામાં આવ્યું.
અંતિમ સંસ્કારના ઠીક પહેલાં આયોજિત એક શોકસભામાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઇકલ ક્લાર્કે કહ્યું કે ફિલિપ હ્યૂજના રૂપમાં ઓસ્ટ્રેલિયાએ એક જેમ એટલે જે રત્ન ગુમાવી દિધું છે. તે મારા નાના ભાઇ જેવો હતો. એમ કહેતાં ક્લાર્ક રડી પડ્યો.
અંતિમ સંસ્કારમાં ઓસ્ટ્રેલિયાના ઘણા પૂર્વ ખેલાડી અને સાથે-સાથે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને ભારતીય ટીમના ડારેક્ટર રવિ શાસ્ત્રી, કોચ ડેકન ફ્લેચર અને ટીમ મેનેજર અરશદ આયૂબ પણ હાજર રહશે. ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગે અંતિમ સંસ્કાર શરૂ થયો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન માઇકલ ક્લાર્ક અને બેસ્ટમેન એરૉન ફિંચ પોતાના દિગંવત સાથે ખેલાડી ફિલિપ હ્યૂજની સ્મશાન યાત્રામાં અર્થી ખભો આપ્યો.

ફિલિપ હ્યૂજે 26 ટેસ્ટ અને 25 આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે 25 વર્ષીય ફિલિપ હ્યૂજ સિડની ક્રિકેટ ગ્રાઉંડ પર 25 નવેમ્બરના રોજ યોજાયેલી શેફીલ્ડ શીલ્ફ ટૂર્નામેંટની એક મેચ દરમિયાન બાઉંસર બોલ લાગવાથી ઇજા પહોંચી હતી, જેના લીધે 27 નવેમ્બરના રોજ તેમનું નિધન થઇ ગયું.
ફિલિપ હ્યૂજની અંતિમ યાત્રાના આયોજકોએ જણાવ્યું હતું કે અંતિમ સંસ્કાર જે હોલમાં થશે તેનો 80 ટકા ભાગ સ્થાનિક લોકો માટે અનામત છે. ફિલિપ હ્યૂજના મેનેજર જેમ્સ હંડરસને કહ્યું, ''આ વિસ્તારનો દરેક નાગરિક ફિલિપ હ્યૂજને અંતિમ વિદાય આપવા માટે આવશે. ફિલિપ હ્યૂજનો પરિવાર પણ એમ ઇચ્છે છે. આ ઉપરાંત રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ દ્વારા ઓસ્ટ્રેલિયાનો દરેક નાગરિક ફિલિપ હ્યૂજની અંતિમ યાત્રામાં ભાગ લેશે.












Click it and Unblock the Notifications
