For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ ભારતીય ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ

ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે એક ખેલાડી કોરોનાથી રિકવર થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે એક ખેલાડી કોરોનાથી રિકવર થઈ ગયો છે. કોરોના પોઝિટિવ મળી આવેલા બે ખેલાડીઓમાંથી એકને રિકવરી આવી ગઈ છે જ્યારે બીજા ખેલાડીનો ટૂંક સમયમાં જ ટેસ્ટ થશે. મળતી માહિતી મુજબ હજુ પણ જે ખેલાડી કોરોનાગ્રસ્ત છે તે ઋષભ પંત છે.

corona

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બંને ખેલાડીઓમાં શરદી, ખાંસી જેવા હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં. પરંતુ બંનેની હાલત સ્થિર છે. પોઝિટીવ આ્વ્યા બાદ એક ખેલાડીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જ્યારે બીજા ખેલાડીનો 18 જુલાઈએ રિપોર્ટ થશે. 18 જુલાઈએ, ખેલાડીનો આઈસોલેશનમા દસમો દિવસ હશે. રિપોર્ટ થયા બાદ જો નેગેટિવ આવશે તો કેમ્પ સાથે જોડાશે.

જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો બધા ખેલાડીઓ લંડનમાં એકઠા થયા છે, બધા હવે ડરહમ જશે. જે ખેલાડી હવે પોઝિટીવ છે તે નહીં જોડાય. બબલમાં જતા પહેલા તમામ ખેલાડીઓના રિપોર્ટ પણ થશે. મળતી માહિતી પ્રમાણે, ખેલાડીઓએ હમણા જ રસીનો બીજો ડોઝ લીધો છે. બીસીસીઆઈના પત્રમાં ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ખેલાડીને વિમ્બલ્ડન અને યુરો જવાની પરમિશન નથી.

તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રમાવાની છે. તે પહેલાં, 20 જુલાઈથી, ભારતીય ટીમે કાઉન્ટી મેચ રમવાની છે, જે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ બ્રેક પર હતા. આ દરમિયાન તમામ ખેલાડીઓ યુકેમાં હતા અને તેમના પરિવાર સાથે સમય વિતાવતા હતા. ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણી પહેલા તમામ ખેલાડીઓએ શિબિરમાં એકત્ર થવાનું હતુ.

English summary
player of the Indian team, was positive before the tour of England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X