For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખ્તરે જણાવ્યું ખેલાડીઓનું મેચ ફિક્સિંગ કરવાનું કારણ

By Super
|
Google Oneindia Gujarati News

Shoaib Akhtar
નવીદિલ્હી, 06 ઑક્ટોબરઃ પાકિસ્તાનના વિવાદાસ્પદ ઝડપી બોલર શોએબ અખ્તરનું કહેવું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી ખેલાડીઓને કોઇ સમર્થન મળતું નથી. આ ઉપરાંત પૈસા પણ ઓછા મળે છે, જેના કારણે પાકિસ્તાની ખેલાડીઓ ફિક્સિંગ જેવી પ્રવૃત્તિમાં જોડાય છે. અખ્તરનું કહેવું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં કેટલાક ભ્રષ્ટ લોકો છે, જેમના કારણે ખેલાડીઓમાં અસુરક્ષાની ભાવના રહે છે. ખેલાડીઓ પાસે તકો પણ ઓછી રહે છે.

પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દરમિયાન ઘણી વખત પ્રતિબંધિત કરવામાં આવેલા અખ્તરે કહ્યું કે એ સાચી વાત છે કે મારે કારકિર્દીમાં ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો, પરંતુ દરેક વખતે મારી ભૂલ નહોતી. જો કે, શાહિદ આફ્રિદી સાથે પાકિસ્તાન ડ્રેસિંગ રૂમમાં થયેલા વિવાદનો તેણે સ્વિકાર કર્યો છે.

અખ્તરે આઇપીએલ અંગે કહ્યું કે, તે વાસ્તવિક ક્રિેકેટ નથી. પૈસા અને ગ્લેમરના કારણે ખેલાડીઓ તેમા ભાગ લઇ રહ્યાં છે. આઇપીએલમાં થતી લેટ નાઇટ પાર્ટી અંગે અખ્તરનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા હોય કે ભારત કે પછી અન્ય કોઇ ટીમ. પ્રત્યેક ટીમના ખેલાડીઓ પાર્ટીમાં જાય છે. જ્યારે હું 22-23 વર્ષનો હતો, ત્યારે લેટ નાઇટ પાર્ટી કરવો એ પાકિસ્તાન ટીમનું કલ્ચર હતું. ખેલાડી લેટ નાઇટ પાર્ટી કરે છે અને રાત્રે મોડેથી સુએ છે, જેની અસર તેમના પ્રદર્શન પર પડે છે.

અખ્તરે પીસીબી સાથેના પોતાના વિવાદ અંગે કહ્યું કે બોર્ડમાં કેટલાક ભ્રષ્ટ લોકો છે, જેમના કારણે ખેલાડીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મે જ્યારે તેની સામાને ઉઠાવ્યો તો મને નિશાન બનાવવા આવ્યો. હું ભવિષ્યમાં પણ દેશ અને ક્રિકેટની ભલાઇ માટે અવાજ ઉઠાવતો રહીશ.

English summary
Controversial former Pakistani fast bowler Shoaib Akhtar said that players of Pakistan have low income so they do fixing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X