For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન પર નિવૃતિનો દબાણ નાખવું ન જોઇએ: અબ્દુલ કાદિર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Abdul-qadir
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: પાકિસ્તાનના મહાન સ્પિનર અબ્દુલ કાદિરે જણાવ્યું હતું કે સચિન પર નિવૃતિ લેવાનું દબાણ નાખવું એ ખોટી વાત છે. આ અંગેનો અધિકાર તેમને આપવો જોઇએ. તાજેતરમાં ન્યૂઝીલેંડ વિરૂદ્ધ રમાયેલી શૃંખલામાં સચિનના ખરાબ પ્રદર્શનના પગલે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ પોતાનો નિર્ણય સંભાળવતાં સચિનને સંન્યાસ લેવાની સલાહ આપી છે, જેમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી ઇમરાનનો પણ સમાવેશ થાય છે.

અબ્દુલ કાદિરે જણાવ્યું હતું કે ''ઇમરાન ખાને કહ્યું હતું કે ખેલાડીએ શિખર પર પહોંચ્યા પછી સંન્યાસ લઇ લેવો જોઇએ જે ખોટું નથી. પરંતુ સચિન એક ખાસ ખેલાડી છે અને તેમનો દરજ્જો ખૂબ ઉંચો છે. તે ભારતના જ નહીં પણ ક્રિકેટ જગતના કોહિનૂર છે અને તેમને પોતાને નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઇએ કે તેમને હજુ કેટલા સમય સુધી રમવું છે.'' 1989માં પોતાન કેરિયરની શરૂઆત કરનાર સચિન તેંડુલકર સામે પ્રથમ મેચમાં બોલીંગ કરી ચૂકેલા કાદિરે કહ્યું હતું કે સચિને ક્રિકેટને ઘણું બધુ આપ્યું છે.

કુદરતે તેમને ખાસ કળાથી નવાજ્યા છે આવો ખેલાડી યુગમાં એક જ હોય છે. તે વતનપ્રેમી પણ છે અને જે દિવસે સચિનને લાગશે કે તે ભારતીય ક્રિકેટને કશું આપી શકતા નથી ત્યારે તે પોતે ક્રિકેટને અલવિદા કરી દેશે. અબ્દુલ કાદિરે કહ્યું હતું કે સચિનની ટીકા કરનારાઓને હું એટલું જ કહીશ કે છેલ્લા 20 વર્ષોમાં તેમણે મેળવેલી સિદ્ધિઓ અને રેકોર્ડ પર નજર કરે.

English summary
Former Pakistan leg-spinner Abdul Qadir is of the opinion that it should be left to Sachin Tendulkar to decide when he wants to retire from international cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X