દ્રવિડ સાથે પૂજારાની તુલના ના થવી જોઇએઃ જોન્સ

જોન્સે એમ પણ કહ્યું કે વર્ષ 2010-11માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ પૂજારાને વિદેશી પ્રવાસ માટેની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. પૂજારાએ પોતાના આ દક્ષિણ આફ્રિકાના પ્રવાસની ત્રણ મેચોમાં 31 રન બનાવ્યા હતા, જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 19 રન હતો.
જોન્સે એવી સલાહ આપી છે કે પૂજારાને સારા પ્રદર્શનનું દબાણ આપવું ના જોઇએ, તેને તેની રમતનો આનંદ લેવા દેવો જોઇએ. તેની પાસે એક મજબૂત ડિફેન્સ છે જેની પરીક્ષા વિદેશી પીચો પર થવાની હજૂ બાકી છે.
પૂજારાએ અત્યાર સુધી ટીમ ઇન્ડિયા તરફથી ચાર સદીઓ લગાવી છે, જેમાં બે બેવડી સદી પણ સામેલ છે. પૂજારાની ટેક્નિક ટેસ્ટ મેચો માટે અનુકુળ છે, તે જરૂર પડ્યે ઝડપી રન બનાવવાની યોગ્યતા પણ ધરાવે છે.












Click it and Unblock the Notifications
