સિંધુએ રચ્યો ઇતિહાસ, કોરિયા ઓપન જીતનારી પહેલી ભારતીય ખેલાડી

Written By:
Subscribe to Oneindia News

ભારતની બેડમિન્ટન સ્ટાર વર્લ્ડ નંબર-4 પી.વી. સિંધુએ જાપાનની ખેલાડીને હરાવીને કોરિયા ઓપન સીરિઝ પોતાને નામ કરી છે. ઓલિમ્પિંકમાં સિલ્વર મેડલ મેળવનાર સિંધુએ રવિવારે રમાયેલી ફાઈનલ્સમાં જાપાની ખેલાડી નોઝોમી ઓકુહારાને 22-20, 11-21, 21-18થી માત આપી હતી. આ સાથે જ પી.વી. સિંધુ કોરિયા ઓપન સીરિઝ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે. પી.વી. સિંધુની જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને શુભકામના પાઠવી છે.

p v. sindhu

નોંધનીય છે કે, આ અગાઉ રમાયેલી વર્લ્ડ ચેંમ્પિયનશિપમાં જાપાની ખેલાડી નોઝોમીએ સિંધુને હરાવી હતી, જેનો પી.વી સિંધુએ પુરો બદલો કોરિયા ઓપનમાં લઈ લીધો છે. કોરિયા ઓપનની જીત સાથે સિંધુએ આ વર્ષે ત્રણ ખિતાબ પોતાના નામ પર કરી લીધા છે, જેમાં સેયદ મોદી ઇન્ટનેશનલ અને ઇન્ડિયા ઓપન સુપર સીરિઝના ખિતાબનો સમાવેશ થાય છે. આ પહેલા શનિવારે રમાયેલ સેમી ફાઈનલમાં વર્લ્ડ નંબર-2 બિંગઝિઆઓ, જે ચીનની ખેલાડી છે, તેને પણ પી.વી સિંધુએ 21-10, 17-21, 21-16થી હાર આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

English summary
PV Sindhu defeats Japans Nozomi Okuhara, clinches Korea Super Series
Please Wait while comments are loading...