For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર બોલર બન્યો અશ્વિન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 14 નવેમ્બર: ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ભારત દ્વારા સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે. અશ્વિને 18મી મેચમાં આ સ્થાન ગ્રહણ કરી લીધું છે.

અશ્વિને વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝ સામે ચાલુ બીજી ટેસ્ટના પ્રથમ દિવસે કેરેબિયન કેપ્ટન ડોરેન સેમીના રૂપમાં પ્રાપ્ત કરેલી ત્રીજી વિકેટની મદદથી 100નો આંકડો પુરી કરી લીધો હતો. અશ્વિને નવ વાર દાવામાં પાંચ અને બે વાર મેચમાં 10 વિકેટ ઝડપી છે.

આ પહેલાં ઇરાપલ્લી પ્રસન્નાએ ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ ઝડપી હતી. પ્રસન્નાએ 20મી મેચમાં 100 વિકેટનો આંકડો પુરી કરી લીધો હતો. તેમને સાત વર્ષ 322 દિવસો સુધી ભારત માટે રમ્યા બાદ આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ashwin

અશ્વિને પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત 6 નવેમ્બર, 2011ના રોજ વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ કરી હતી અને બે વર્ષમાં તે વિકેટોની સદી ફટકારવામાં સફળ રહ્યાં. પ્રસન્ના બાદ અનિલ કુંબલેએ 21 મેચોમાં 100 વિકેટ પ્રાપ્ત કરી હતી. અનિલ કુંબલેને પણ આ સ્થાન પ્રાપ્ત કરવામાં પાંચ વર્ષ લાગી ગયા હતા.

અશ્વિને 100 વિકેટોની દોડમાં પાંચમા સૌથી ઝડપી બોલર છે. તેમને પહેલાં ઇગ્લેંડના જીએ લોહમેનને 16, ઓસ્ટ્રેલિયાના સીટીબી ટર્નર, ઇગ્લેંડના એસએફ બાર્નેસ અને ઓસ્ટ્રેલિયાના સીવી ગ્રિમિટે 171-7 મેચોમાં 100 વિકેટ પ્રાપ્ત કરી હતી.

English summary
Offspinner Ravichandran Ashwin on Thursday became the fastest Indian bowler to take hundred wickets in Test cricket, reaching the landmark with his 3 for 45 in the second Test against West Indies on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X