T20 World Cup : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બનશે પછી શું થશે?
ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. ફેન્સ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે જે સમાચાર આવી રહ્યા છે તે ફેન્સના દિલને તોડનારા છે.
ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. ફેન્સ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે જે સમાચાર આવી રહ્યા છે તે ફેન્સના દિલને તોડનારા છે.

વરસાદ વિલન બનશે
એક તરફ ભારતીય ફેન્સ આતુરતાથી પહેલા મુકાબલાની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ભારત-પાકિસ્તાનના ફેન્સના દિલ તોડનારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો મેરબોર્નમાં 23 ઓક્ટોબરે વરસાદની પુરી સંભાવના છે. ઓસ્ટ્રેલિયન સમય અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મેચ સાંજે 7 લાગે શરૂ થશે. આ સમયે વરસાદની 95 ટકા સંભાવના છે. વરસાદની સ્થિતીમાં મેચ રમાવાની સંભાવના ના બરાબર જ છે.

જો મેચ રદ થાય તો શું થશે?
ભારત-પાકિસ્તાન વચ્ચેનો આ મેચ રદ થશે તો સૌપ્રથમ તો આતુરતાથી રાહ જોતા બન્ને દેશના ફેન્સના દિલ તુડી જશે. તો બીજી તરફ હાલના નિયમો પ્રમાણે આ મેચ બીજા દિવસે રમાય તેવી કોઈ જોગવાઈ નથી. એટલે આ સ્થિતીમાં મેચને ટાઈ ગણીને બન્ને ટીમને 1-1 પોઈન્ટ આપી દેવામાં આવશે. આ સ્થિતીનો ગ્રુપની અન્ય ટીમોને ફાયદો થશે.

શું છે નિયમ?
હવે સવાલ એ છે કે આ મેચને અન્ય દિવસે રમાડાશે કે કેમ? જો કે આનો જવાબ લોકોના દિલ તોડનારો છે. રદ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામા આવ્યો નછી. જોકે સારી વાત એ છે કે, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
