For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RCB vs RR : બટલરની સદીએ RCBનું ટાઈટલ જીતવાનું સપનું તોડ્યુ, RR ફાઇનલમાં!

ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનથી ટાઈટલ જીતવા માટે જોઈ રહેલા રોયલ ચેલેન્જર્સના ચાહકો માટે શુક્રવારની સાંજ દિલ તોડવા વાળી રહી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનથી ટાઈટલ જીતવા માટે જોઈ રહેલા રોયલ ચેલેન્જર્સના ચાહકો માટે શુક્રવારની સાંજ દિલ તોડવા વાળી રહી હતી, જ્યાં આઈપીએલ 2022ની બીજી ક્વોલિફાયર મેચમાં RCB ટીમને રાજસ્થાન રોયલ્સ ટીમ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો અને આ સાથે ફાઈનલમાં પહોંચીને ટાઈટલ જીતવાનું તેનું સપનું અધૂરું રહી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેના બોલરોના દમ પર RCB ટીમને નિર્ધારિત 20 ઓવરમાં 157/8 પર રોકવામાં સફળ રહી હતી.

RCB vs RR

આરસીબીની ટીમ માટે આ મહત્વપૂર્ણ મેચમાં ફરી એકવાર તેના ટોચના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ (25), વિરાટ કોહલી (7) અને ગ્લેન મેક્સવેલ (24) મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે મિડલ ઓર્ડરમાં મહિપાલ લોમરોર (8), દિનેશ કાર્તિક (6) અને શાહબાઝ અહેમદ (12) પણ નોંધપાત્ર યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ જોસ બટલરે અણનમ 106 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને 7 વિકેટે વિજય અપાવ્યો હતો અને બીજી વખત ફાઇનલમાં પહોંચાડી હતી.

RCB માટે એલિમિનેટર મેચમાં સદી ફટકારનાર રજત પાટીદારે આ મેચમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને 42 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 58 રન ફટકારીને તેની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ માટે પ્રસિદ્ધ ક્રિષ્ના અને મેકકોયે 3-3 વિકેટ લઈને પોતાની ટીમને પુનરાગમનની તક આપી હતી અને RCBના બેટ્સમેનોએ રન કરવા દીધા ન હતા.

English summary
RCB vs RR: Butler's century shattered RCB's dream of winning the title, RR in the final!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X