For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો, કોણે શું કહ્યું, સચિન તેંડુલકરની નિવૃત્તિ પર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટોબરઃ વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકરે આગામી મહિને રમાનારી પોતાની 200મી ટેસ્ટ મેચમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેણે આ સંબંધમાં એખ પત્ર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને લખ્યો છે. આ સમાચાર બાદ દેશ-વિદેશમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

સૌથી પહેલા સમાચાર આપ્યા બીસીસીઆઇના સચિવ સંજય પટેલે. તેમણે કહ્યું કે, સચિન તરફથી એક નિવદેન જારી કરવામાં આવ્યું છે, જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 200મી ટેસ્ટ મેચ બાદ ટેસ્ટ ક્રિકેટને તેઓ અલવિદા કહી દેશે.

બીસીસીઆઇ પ્રમુખ એન. શ્રીનિવાસન
તેમણે કહ્યું કે, સચિન નિસંદેહ ભારતના મહાન ક્રિકેટ સ્ટાર છે. સચિન જ્યારથી બુચી બાબૂ ક્રિકેટ રમવા ચેન્નાઇ આવતા હતા, ત્યારથી હું તેમનો પ્રશંસક રહ્યો છું. સચિનને વિશ્વની મહાન હસ્તીઓમાં સામેલ કરવામાં આવવો જોઇએ. સાચા અર્થમાં તે ભારતીય ક્રિકેટના દૂત છે. સચિનની જેમ કોઇએ ક્રિકેટની સેવા કરી નથી. તેમજ તે હજારો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. જો કે, અધિકાંશ લોકો સચિન વગગર ભારતીય ક્રિકેટની કલ્પના કરી નહીં શકે.

કીર્તિ આઝાદ
તેમણે કહ્યું કે, ક્રિકેટ રમવાનું છોડવું કોઇને ગમતુ નથી. તેથી સચિનને મેદાનથી દૂર રહેવુ નહીં ગમે અને તેનાથી વિશેષ દુઃખ તેમના ફેન્સ અને મને પણ થશે કે હું તેમને મેદાન પર નહીં જોઇ શકુ.

મોહિન્દર અમરનાથ
તેમણે કહ્યું કે, સચિન એક બ્રાન્ડ છે, ખુશ ઘણો છું કે તે મહાન ક્રિકેટર છે. તેમણે યોગ્ય સમયે નિવૃત્તિ લેવનો નિર્ણય કર્યો છે.

વિનોદ કાંબલી
સચિનના નાનપણના મિત્ર વિનોદ કાંબલી આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયા છે. કાંબલીએ કહ્યું કે, સચિનને હજુ ઘણા વર્ષો સુધી મેદાન પર રમતો જોવા ઇચ્છતો હતો. સચિન વિશ્વકપ જીત્યા બાદ તુરત નિવૃત્તિ લઇ લેતા તો ઘણું સારું રહેત.

દૂધ પીતો બાળક સચિન

દૂધ પીતો બાળક સચિન

આ સચિનની ત્યારની તસવીર છે, જ્યારે તેણે ક્રિકેટની દુનિયામાં માત્ર ડગ માંડ્યું હતું. ત્યારે લોકોએ તેમને દૂધ પીતું બાળક કહ્યું હતું.

Mohit ‏@HaramiParindey

Mohit ‏@HaramiParindey- આજે તમારું ટેલીવિઝન બંધ કરી દો, કારણ કે, આજે પહેલીવાર ક્રિકેટના ભગવાન આઉટ થયા છે.

હવે આસારામ નહીં

sumit ‏@sumitsaurabhએ લખ્યું કે, હવે આસારામના કાળા સત્યો કોઇ મીડિયા નહીં દેખાડે, બધા સચિનને વિદાય આપશે.

એક યુગની સમાપ્તિ

kapil pratap singhTM ‏@kapil9994- સચિનની નિવૃત્તિ સાથે એક યુગની સમાપ્તિ થઇ ગઇ.

દીપક સુનેજા

દીપક સુનેજા @deepaksuneja : ખનક ઉઠે ન કહી પલકો પે જલતે હુએ આસૂ તુમ ઇતના યાદ મત આઓ કે સન્નાટે દુહાઇ દે

English summary
sachin tendulkar announce retirement who says what twitter reactions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X