'ક્રિકેટના ભગવાન' સચિનને ઓસી.નું વિશેષ સન્માન
39 વર્ષિય સચિન તેંડુલકર, કે જે હાલ સાઉથ આફ્રિકામાં ચેમ્પિયન્સ લિગ ટી20 રમવા ગયો છે એ બીજો ભારતીય છે જે આ સન્માન મેળવી રહ્યો છે. સચિન પહેલા આ સન્માન ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલ સોરાબજીને આપવામાં આવ્યું હતું.
2006માં ઓસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષિય સંબંધોમાં કાયદાના ક્ષેત્રમાં સેવા બદલ સોરાબજીને હોનરરી મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા બનાવવામાં આવ્યાં હતા.
ભારતની મુલાકાતે આવેલા ગિલાર્ડે પત્રકારોને કહ્યું, "ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ખરેખર શ્રેષ્ઠ બોન્ડ છે. બન્ને રાષ્ટ્રની જનતા ક્રિકેટ પ્રેમી છે. ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયામાં સચિન તેંડુલકરને સભ્યપદ આપીને હું ખણી ખુશ થઇ છું."
"આ એક ઘણું જ ખાસ સન્માન છે, અને ઓસ્ટ્રેલિયન નાગરીક કે રાષ્ટ્રીયતા ના હોય તેને ભાગ્યેજ સન્માન આપવામાં આવે છે. જ્યારે કેબિનેટ મિનિસ્ટર સિમોન ક્રીએન ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ આ સન્માન સચિને આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો,"તેમણે કહ્યું છે.
"તેથી, શ્રેષ્ઠ બેટ્સમેન માટે આ ખાસ સન્માન અને ખાસ ઓળખ છે. આ સન્માન ઘણું જ ખાસ છે અને સચિન શ્રેષ્ઠ ક્રિકેટર છે."
અત્રે એ વાત નોંધનીય છે કે સચિન તેંડુલકર પહેલા ક્રિકેટર નથી કે જેને આ સન્માન મળ્યું છે. તેના પહેલા વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાને 2009માં ક્લાઇવ લોઇડને 1985માં આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.