For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાયના નેહવાલનું નામ પદ્મભૂષણ પુરસ્કાર માટે નામિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી: પદ્મભૂષણ પુરસ્કાર માટે ટાળવામાં આવેલી સાયના નેહવાલની વાત હવે રમત મંત્રાલયે માની લીધી છે. સાયના નેહવાલનું નામ રમત મંત્રાલયે હો-હલ્લા થયા બાદ પદ્મભૂષણ પુરસ્કાર માટે ગૃહમંત્રાલયને મોકલી આપ્યું છે. રમત મંત્રાલયે પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે.

સાયના નેહવાલે આ સમાચારો બાદ જણાવ્યું છે કે મને આનંદ છે કે રમત મંત્રાલયે મારી વાત સાંભળી અને મારા નામને ગૃહમંત્રાલયને મોકલી આપ્યુ છે. મારી ભલામણ પર ઝડપથી કામ થયું. પ્રયત્ન કરીશ કે આગળ પણ હું દેશનું નામ ઊંચું કરુ. હું કહેવા માંગું છું કે મેં ક્યારેય પણ પુરસ્કાર માટે માંગ નથી કરી અને હવે જે પણ સરકારનો નિર્ણય રહેશે તે મને માન્ય રહેશે.

saina nehwal
આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ લખ્યું છે કે સાયનાની ભલામણ પર વિચાર કર્યા બાદ રમત મંત્રાલયે તેમના નામને આગળ મોકલી આપવાનો નિર્ણય કર્યો છે.

જોકે રમત મંત્રાલય અત્રે બેડમિંટન એસોસિએશન ઓફ ઇન્ડિયા પર પણ નિશાનો સાધવાનું ચૂક્યું નહીં. મંત્રાલય તરફથી રિલીઝ કરવામાં આવેલી જાહેરાતમાં લખ્યું છે કે તેમના નામની ભલામણ બીએઆઇએ પહેલા ન્હોતી કરી. રમત મંત્રીને બીએઆઇનો પત્ર શનિવારે જ મળ્યો છે.

રમત મંત્રીનું કહેવું છે કે સાયનાએ પદ્મભૂષણ માટે ઘણ વખતથી જણાવ્યું છે અને તેમને સાયનાના નામની ભલામણ બેડમિંટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ખૂબ જ મોડેથી કરી. જોકે બીએઆઇએ આ સમાચારોનું ખંડન કર્યું છે. અમારા હાથે તે પત્ર આવ્યો છે જેમાં બીએઆઇએ રમત મંત્રાલયને સાયનાને પદ્મભૂષણ આપવાની ભલમણ કરી હતી.

આ પત્રમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે રમત મંત્રાલયમાં આ પત્ર અધિકારીક રીતે 11 ઓગસ્ટના રોજ પહોંચી ગયો હતો. હવે આ પત્ર પર લાગેલો સ્ટેમ્પ સાચો છે અથવા તો રમત મંત્રાલય કહી રહ્યું છે તે સાચું છે.

English summary
Saina Nehwal May Be Recommended for Padma Bhushan Award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X