મિયામી ઓપન: સાનિયા અને બારબોરા પહોંચ્યા મહિલા ડબલ્સ ફાઇનલમાં

Subscribe to Oneindia News

મિયામી: ભારત ની સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર ઝેક ગણરાજયની બાર્બોરા સ્ટ્રાઈકોવાએ મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ફાઈનલમાં હવે પહોંચી ગયા છે. સાનિયા મિર્ઝા અને બાર્બોરાએ સેમિફાઇનલમાં માર્ટિના હિંગીસ એન્ડ ચાન યુંગ-જાનને હરાવી છે. સાનિયા-બાર્બોરાની જોડીએ માર્ટિના હિંગીસ અને ચાન યુંગ-જાનને 7-6 (8), 6-1, (10-4)થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

sania mirza

અગાઉ ભારત ની સાનિયા મિર્ઝા અને ઝેક ગણરાજયની જોડીદાર બાર્બોરા સ્ટ્રાઈકોવા ક્વાર્ટરફાઇનલના મુકાબલામાં છઠ્ઠા સીડ અમેરીકા ની વાનિયા કીંગ અને કઝાખિસ્તાનની યારોસ્લોવ શ્વેદોવાને 6-4, 6-1થી સરળતાથી હરાવી સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી. નોંધનીય છે કે સોનિયા મિર્ઝા લાંબા સમય પછી ફરી એક વાર તેનું સારું પર્ફોમન્સ બતાવી રહી છે. તો જો તે આ મહિલા ડબલ્સમાં જીતી ગઇ તો ફરી એક વાર તે ભારતનું ગૌરવ વધારી શકશે.

English summary
Sania mirza and barbora strycova sail enters miami open doubles final.
Please Wait while comments are loading...