સેહવાગ-ગંભીરનું ફોર્મ ચિંતાનો વિષયઃ કપિલ દેવ
નવીદિલ્હી, 20 ઑક્ટોબરઃ ભારતના પૂર્વ સુકાની કપિલ દેવનું કહેવું છે કે વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરનુ ફોર્મ એક ચિંતાનો વિષય છે, કારણ કે ભારતે હવે ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. કપિલ કહ્યું કે, સેહવાગ અને ગંભીર એવા ખેલાડી છે જે પોતાના દમ પર ભારતને જીત અપાવી શકે છે, તેવામાં તેમનું રન નહીં બનાવવું એ એક ચિંતાનો વિષય છે.

સેગવાગે ટેસ્ટ ક્રિકેટમાં પાચં મેચોમાં 28ની એવરેજથી 223 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વાધિક સ્કોર 68 રનનો છે. સેહવાગની જેમ ગંભીર પણ ફોર્મ મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે. તેણે પાંચ ટેસ્ટમાં 24.77ની એવરેજથી 23 રન બનાવ્યા છે. જેમાં સર્વાધિક રન 83 છે.
જો કે, ગંભીરે વનડેમાં બે સદી અને પાંચ અડધી સદી ફટકારી છે પરંતુ ટેસ્ટમાં તેનું પ્રદર્શન કંઇ ખાસ નથી. આ અંગે કપિલે કહ્યું કે હવે ટીમની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ખેલાડીઓએ જલદી ફોર્મમાં આવવું જરૂરી છે.












Click it and Unblock the Notifications
