બોયકોટની ભવિષ્યવાણી, 'સેહવાગની ટીમ ઇન્ડિયામાંથી થશે વિદાય'

સહેવાગને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં અંતિમ બે ટેસ્ટ મેચોમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવેલા 30 સંભવિત ખેલાડીઓની યાદીમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો નથી. બોયકોટે એક શોમાં કહ્યું કે, મને નથી લાગતુ કે તે બીજી વખત રમી શકશે. મને આવું એ માટે લાગે છે, કારણ કે ભારતીય ટીમ સાચી દિશામાં આગળ વધી રહી છે. તેને અહીં ત્યાં સુધી પહોંચવા માટે થોડો સમય લાગ્યો. હવે યુવા ખેલાડીઓને તક આપી છે.
એપ્રિલ 2012 બાદ આઠ ટેસ્ટ મેચોમાં સહેવાગ 31.38 રનની એવરેજથી માત્ર 408 રન જ બનાવી શક્યો છે, જેમાં 117 સર્વશ્રેષ્ઠ હતા. આ દરમિયાન છ વનડે મેચોમા તેણે 30.5ની એવરેજથી 183 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
