For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીના સ્થાને સેહવાગને સુકાની બનાવા ઇચ્છતા'તા પસંદગીકારો

|
Google Oneindia Gujarati News

sehwag-dhoni
પુણે, 12 ડિસેમ્બરઃ પોતાના નિવેદનો માટે જાણીતા મોહિન્દર અમરનાથે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, સુકાની તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની અસફળતાંથી નિરાશ પસંદગીકારો તેમને સુકાનીપદેથી હટાવવા તૈયાર થઇ ગયા હતા પરંતુ તેવું ના થઇ શક્યું. અમરનાથે કહ્યું કે પસંદગીકારો વિરેન્દ્ર સેહવાગને સુકાની બનાવવા ઇચ્છતા હતા. 1983માં વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય રહેલા અમરનાથે કહ્યું કે, ભારતનું રાજકારણ હોય કે પછી ખેલ દરેક સ્થાને એક સરખો જ માહોલ છે. તેમણે ધોનીની આલોચના કરતા કહ્યું કે તેણે છેલ્લા એક વર્ષમાં ટીમ માટે એક સુકાની તરીકે કંઇ કામ કર્યું નથી. એક બેટ્સમેન તરીકે તે અસફળ રહ્યો છે, એ વાત સાચી છે કે તેમના નેતૃત્વ હેઠળ ટીમે વિશ્વકપ જીત્યો પરંતુ ટેસ્ટ ક્રિકેટ અલગ પ્રકારની રમત છે. તેમનું કહેવું છે કે પ્રદર્શનના આધારે સેહવાગે સુકાની બનાવી શકાય છે.

અમરનાથે કહ્યું કે ધોનીને હટાવવાનો દમ પસંદગી સમિતિમાં નથી. નોંધનીય છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સતત ટેસ્ટ શ્રેણી હાર્યા પછી આ પૂર્વ ખેલાડીએ ધોનીને સુકાનીપદેથી હટાવવાનું સૂચન કર્યું હતું, જેના કારણે તેમને તાજેતરમાં બનેલી નવી પસંદગીસમિતિમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ધોનીને હટાવ્યા પછી વિકેટકીપર કોણ હશે, એ પ્રશ્નના જવાબમાં અમરનાથે કહ્યું હતું કે દેશમાં અનેક પ્રતિભાશાળી વિકેટકીપર છે. જે ધોનીના કારણે ટીમમાં સ્થાન મેળવી શકતા નથી.

ટીમ ઇન્ડિયાએ જૂલાઇ 2011થી અત્યારસુધી 16 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 10 ટેસ્ટ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ધોનીએ 34.8ની એવરેજથી 836 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી હાલની શ્રેણીમાં ત્રણ મેચોમાં તેણે 18.4ની એવરેજથી માત્ર 92 રન બનાવ્યા છે. અમરનાથે જણાવ્યા પ્રમાણે આ પ્રકારનું પ્રદર્શન કરનાર ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાય નહીં, પરંતુ તે તો નેતૃત્વ કરી રહ્યો છે.

ધોનીને સુકાનીપદેથી કેમ હટાવવામાં આવ્યો નથી, અમરનાથે એ અંગે કહ્યું કે તે અંગે અત્યારે કંઇ કહીં શકું નહીં પરંતુ સમય આવ્યે બતાવીશ, અમરનાત ઉપરાંત ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ પણ ધોનીના સ્થાને અન્ય કોઇને સુકાની બનાવવા અંગે સૂચન કર્યા છે.

English summary
Former selector of Team India Mohinder Amarnath says Dhoni is not performing well so Sehwag should be captain of Team India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X