આખરે વિરાટ કોહલીએ અનુષ્કાને પત્ની માની?
દુબઇ, 17 એપ્રિલઃ લાગે છે ક્રિકેટર વિરાટ કોહલી હવે બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેના પોતાના સંબંધોને છૂપાવવાના મૂડમાં નથી. ત્યારેજ તો તેણે આઇપીએલની ડીનર પાર્ટીમાં પોતાના સ્વંયવરમાં અનુષ્કા શર્માને જ પોતાની સંભવિત પત્નીના રૂપમાં પસંદ કરી છે.
બધાની વચ્ચે કોહલીનું આ રાજ શાહરુખ ખાને ખોલ્યું. શાહરુખે કોહલીને સ્ટેજ પર બોલાવ્યો અને એક એક્ટ્રેસને પોતાની પત્ની તરીકે પસંદ કરવા માટે કહ્યું. ત્યારબાદ વિરાટ કોહલીએ ત્યાં રાખવામાં આવેલા તમામ અભિનેત્રીઓના પોસ્ટર્સના કવર હટાવવાનું શરૂ કર્યું અને તેની શોધ અનુષ્કા શર્માના પોસ્ટર પર આવીને ઉભી રહી ગઇ.
વિરાટ કોહલીનો સ્ટેજ પર સ્વયંવર રચનાર શાહરુખ ખાને ત્યારબાદ અનુષ્કા શર્માનું પોસ્ટર કોહલીને આપી દીધું. વિરાટના ગળામાં અનુષ્કાના પોસ્ટરને માળાની જેમ પહેરાવવામા આવી અને આ નજારાને જોઇને ત્યાં હાજર રહેલા ક્રિકેટર્સ અને ટીમના માલિકો અને અન્ય હસ્તિ હસ્યાં વગર રહી ના શકી.

શાહરૂખે રચ્યો વિરાટનો સ્વયંવર
આઇપીએલના સાતમી શ્રેણીની શરૂઆત થઇ ગઇ છે. જેમાં બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણે શાનદાર પ્રસ્તૃતિ કરી. જે દરમિયાન શાહરૂખ ખાને વિરાટ કોહલીનો સ્વયંવર રચ્યો હતો.

નકલી સ્વયંવર
સમારોહ દરમિયાન શાહરૂખ ખાને નકલી સ્વયંવર યોજ્યો. જેમાં શાહરૂખ ખાન લગ્ન કરાવનારી વ્યક્તિની ભૂમિકામાં હતા. શાહરૂખે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર્સના સુકાની વિરાટ કોહલીને ત્યારે અસમંજસમાં મુકી દીધો, જ્યારે તેને સંભવિત પત્નીની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું.

અનુષ્કા શર્માને કરી પસંદ
શાહરૂખે તમામ આઠ પ્રતિભાગીઓની વકાલત કરી પરંતુ કોહલીએ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને સંભવિત પત્ની તરીકે પસંદ કરી.

બન્નેના સંબંધો ગંભીર
અનુષ્કાની સંભવિત પત્ની તરીકે પસંદગી કર્યા બાદ એ વાત સ્પષ્ટ થઇ ગઇ છેકે બન્ને વચ્ચે ઘણા ગંભીર સંબંધો છે.

બન્નેના સંબંધોના કિસ્સા ચર્ચામાં છે
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા વચ્ચે પ્રેમ સંબંધોના કિસ્સા ખાસા ચર્ચામાં છે, પરંતુ બન્ને એકબીજાને સારા મિત્રો તરીકે ગણાવે છે.

અનુષ્કાની શૂટિંગમાં વિરાટ પહોંચ્યો હતો
અહેવાલ અનુસાર વિરાટ કોહલી, અનુષ્કા સાથે કેટલોક સમય વિતાવવા શ્રીલંકા પહોંચ્યો હતો. જ્યાં અનુષ્કા, અનુરાગ કશ્યપની ફિલ્મ બોમ્બે વેલવેટનું શૂટિંગ કરી રહી હતી.

અનુષ્કા શર્મા નર્વસ થઇ
સેટ પર વિરાટની હાજરીથી અનુષ્કા શર્મા એટલી નર્વસ થઇ ગઇ કે તે શૂટિંગ સારી રીતે કરી શકી નહોતી અને એક સીન માટે અનુષ્કાએ કુલ 20 રીટેક આપ્યા હતા.












Click it and Unblock the Notifications
