• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટી20 વિશ્વકપઃ કઇ મુશ્કેલીઓ નડી રહી છે ભારતને?

|

છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયા પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી દૂર જણાતી હતી, પરંતુ ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે જે રીતે ભારતીય ખેલાડીઓએ પ્રદર્શન કર્યું, તેના પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ પોતાની લયમાં પરત ફરી રહ્યાં છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતીય બોલર્સે કરેલી બોલિંગના વખાણ કરવામાં આવી રહ્યાં છે, તેમ છતાં ટીમ ઇન્ડિયામાં હજુ પણ કેટલીક ઉણપ છે, જેના પર મહેનત કરવાની જરૂર છે. જો ખામીઓને દૂર કરવામાં નહીં આવે તો બની શકે છે કે ટીમ ઇન્ડિયાનું આગળનું અભિયાન તેના માટે જેટલું વિચારે છે તેટલું સહેલું નહીં રહે.

ઓપનર્સે સંભાળવી પડશે જવાબદારી

ટીમ ઇન્ડિયામા રહેલા ઓપનિંગ શિખર ધવન અને રોહિત શર્મા શાનદાર ખેલાડી છે અને તે પોતાની ઉપયોગિતા સાબિત પણ કરતા રહ છે, તેમ છતાં છેલ્લી કેટલીક મેચોમાં આ બન્ને વચ્ચે જોઇએ તેવી ભાગીદારી જોવા મળી રહી નથી. જેના કારણે ભારતીય ખેલાડીઓ પર પ્રેશર વધી જાય છે અને ટીમને જોઇએ તેવી સફળતા મળતી નથી. દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને એશિયા કપ દરમિયાન ટીમને સારી શરૂઆત નહીં મળવાના પરિણામ આખા વિશ્વે નિહાળ્યા છે. ટી20 વિશ્વકપની પહેલી મેચમાં બન્ને ખેલાડી વચ્ચે સારી ભાગીદારી થઇ પરંતુ, બન્ને બેટ્સમેનો તેને મોટી ઇનિંગમાં બદલી શક્યા નહીં. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શિખર ધવન શુન્ય રન બનાવીને આઉટ થયો. રોહિતે સારી ઇનિંગ રમી પરંતુ પહેલી વિકેટ માટે કોઇ લાંબી ભાગીદારી નોંધાઇ નહી. તેથી ટીમના ઓપનિંગ બેટ્સમેને સંભાળીને જવાબદારીપુર્વક રમવું પડશે. તો ચાલો તસવીરો થકી અન્ય ખામીઓ પર નજર ફેરવીએ.

યુવરાજને ફોર્મમાં આવવું જરૂરી

યુવરાજને ફોર્મમાં આવવું જરૂરી

ટીમ ઇન્ડિયાના મધ્યમક્રમનો બેટ્સમેન મેચ વિનર છે. તેની પ્રતિભા પર કોઇ શક કરી શકે તેમ નથી. પરંતુ ફરી એકવાર 2007ના ઇતિહાસના પુનરાવર્તન માટે યુવીનું ફોર્મમાં આવવું જરૂરી છે. 2007માં જ્યારે ટીમ ઇન્ડિયાએ વિશ્વકપ જીત્યો હતો તો એ શ્રેણીમાં યુવરાજના બેટ વિશ્વના બોલર્સને થથરાવી દીધા હતા, પરંતુ 2014ના વિશ્વકપમાં યુવી બદલાયેલો લાગી રહ્યો છે, તો પોતાનું ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેવામાં જો 2014માં ટીમે ટી20 વિશ્વ ચેમ્પિયન બનવું છે તો યુવીએ શાનદાર બેટિંગ કરવી પડશે.

સ્પિનર્સને કરવી પડશે મહેનત

સ્પિનર્સને કરવી પડશે મહેનત

એશિયન ધરતી પર સ્પિન બોલર્સને ઘણી મદદ મળે છે. બાંગ્લાદેશમાં પણ ટી20 વિશ્વ કપમાં સ્પિનર્સ ટીમની જીત માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે, પરંતુ ટીમ ઇન્ડિયામાં અમિત મિશ્રાને છોડીને, અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જોઇએ તે પ્રકારનું પ્રદર્શન કરી રહ્યાં નથી. તેથી ટીમના સ્પિનર્સે પણ પોતાની જવાબદારી નિભાવીને બોલિંગ કરવી પડશે.

ઝડપી બોલર્સે આપવું પડશે ધ્યાન

ઝડપી બોલર્સે આપવું પડશે ધ્યાન

તેમાં કોઇ શંકા નથી કે ટીમ ઇન્ડિયાની ઝડપી બોલિંગ અન્ય દેશોની સરખામણીએ નબળી છે. દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અથવા ઇંગ્લેન્ડના ઝડપી બોલર્સ આપણા કરતા આગળ છે. એ પણ સાચુ છેકે આપણી બોલિંગ તુરત જ તેમના જેવી નથી થઇ શકતી પરંતુ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર્સ પણ ઇચ્છે તો સારું પર્દર્શનકરી શકે છે. ડેથ ઓવર્સમાં ઝડપી બોલર્સે પોતાના પ્રદર્શનને સુધારવાની જરૂર છે.

ફીલ્ડિંગ ટીમનું નબળું પાસુ

ફીલ્ડિંગ ટીમનું નબળું પાસુ

ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પણ માને છે કે ફીલ્ડિંગ ટીમનું નબળું પાસુ છે. અનેક એવા પળે કેચ નહીં પકડવા અથવા તો રન રોકવાના મામલે ટીમ સફળ રહી નથી. અને આ પ્રકારની ફીલ્ડિંગથી બોલર્સનું મનોબળ પણ નબળું પડે છે, ત્યારે ભારતે પોતાની ફીલ્ડિંગ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

English summary
some weak point will creat hurdle for team india in t20 worldcup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more