
ક્યારેક કરોડોમાં ખેલતા હતા આ ક્રિકેટરો, કરિયર પુરૂ થતા ગરીબીમાં જીંદગી જીવવા મજબુર થઈ ગયા!
ક્રિકેટરો પોતાની લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતા છે. તમે ઘણા ક્રિકેટરોને ગરીબથી અમીર બનતા જોયા હશે, પરંતુ શું તમે એવા ખેલાડીઓને જાણો છો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમીને અમીરમાંથી ગરીબ બની ગયા છે.

મેથ્યુ સિનક્લેયર
મેથ્યુ સિનક્લેયર ન્યુઝીલેન્ડના ક્રિકેટર છે. તેણે વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. નિવૃત્ત થયા બાદ તેમના પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મેથ્યુ સિનક્લેયર હવે તેના પરિવારને ટેકો આપવા માટે એક રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરે છે.

ક્રિસ કેર્ન્સ
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ કેર્ન્સ 2004માં નિવૃત્ત થયા હતા. રિટાયર થયા બાદ ક્રિસે હીરાનો બિઝનેસ શરૂ કર્યો, જેમાં તેને ઘણું નુકસાન સહન કરવું પડ્યું. આ પછી તે પરિવારને પાળવા માટે ડ્રાઇવિંગ અને ટ્રક ધોવાનું કામ કરતા હતા.

અરશદ ખાન
અરશદ ખાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના શાનદાર સ્પિન બોલર રહ્યા છે. 58 વનડે અને 9 ટેસ્ટ મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર અરશદ ખાને સંન્યાસ લીધા બાદ ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયા જઈને ટેક્સી ચલાવ્યા પછી તેના સારા દિવસો પાછા ફર્યા.

એડમ હોલીયોકે
ઈંગ્લેન્ડ તરફથી રમતા એડમ હોલીયોકેને તેના યુગનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવતો હતો. જ્યારે એડમે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે તેને ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેણે મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં કામ કરીને પોતાનો પરિવાર સંભાળવો પડ્યો હતો.

જનાર્દન નવલે
આ યાદીમાં એક ભારતીય ક્રિકેટર પણ સામેલ છે. જનાર્દન નવલેએ વર્ષ 1934માં પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેણે સુગર મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કર્યું. 7 સપ્ટેમ્બર 1979ના રોજ તેમનું અવસાન થયું.