Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગાંગુલી છે લારાનો મનપસંદ ભારતીય સુકાની

મુંબઇ, 21 જૂનઃ ભારતીય સુકાનીઓમાં સૌરવ ગાંગુલી વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનો મનપસંદ સુકાની છે અને તેનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગાંગુલીનું નેતૃત્વ અદભૂત રહ્યું છે.

લારાએ પોતાના પ્રારંભિક દિવસો અંગે જણાવ્યું કે, મારું પહેલું બેટ મારા ભાઇએ તોડેલી નાલીયેરની ડાળી હતું. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝ માટે રમવા માગતો હતો. હું અહાતેમાં ક્રિકેટ રમતો અને ટીમમાં ગાર્ડન ગ્રીનિઝ, ડેમસંડ હૈસ, વિવિયન રિચર્ડ્સ અને પોતે હોવાની કલ્પના કરતો. શરૂઆતથી જ મે પોતાને માત્ર વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર તરીકે જોતો હતો. તેણે પોતાનામાં જુસ્સો વધારવા બદલ પોતાના પિતાનો આભાર માન્યો છે. તો ચાલો તસવીરોમાં જાણીએ કે લારાએ સૌરવ, કપીલ, સચિન અને ધોની અંગે શું કહ્યુ.

સૌરવ મારા મનપસંદ સુકાની

સૌરવ મારા મનપસંદ સુકાની

લારાએ ગુરુવારે રાત્રે અહીં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, સૌરવ મારા મનપસંદ સુકાની છે. ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમનું નેતૃત્વ અદભૂત હતું. હું તેમનું ઘણું સન્માન કરું છું. તેણે કપિલ દેવ અને પોતાના સારા મિત્ર સચિન તેન્ડુલકરના નેતૃત્વના પણ વખાણ કર્યા.

કપિલ દેવે ભારતને એ વિજય અપાવ્યો

કપિલ દેવે ભારતને એ વિજય અપાવ્યો

તેમણે કહ્યું, '1983માં વેસ્ટઇન્ડિઝનો દબદબો હતો અને મને લાગે છે કે ફાઇનલમાં સહેલાયથી જતું રહેશે. હું બહાર રમવા માટે જતો રહ્યો અને જ્યારે પાછો ફર્યો ત્યારે સાંભળવા મળ્યું કે ભારત જીતી ગયું છે. કપિલ દેવે ભારતને એ વિજય અપાવ્યો હતો.'

સચિનનું યોગદાન અતુલનીય

સચિનનું યોગદાન અતુલનીય

તેણે કહ્યું કે, મારા મિત્ર સચિન તેન્ડુલકરે ક્રિકેટ માટે જે કર્યુ છે, તેનું પુનરાવર્તન થઇ શકે નહીં. ભારતીય અને વિશ્વ ક્રિકેટમાં તેમનું યોગદાન અતુલનીય છે.

ધોની બધાનું સાંભળે છે

ધોની બધાનું સાંભળે છે

ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ અંગે લારાએ કહ્યું કે, મે ડ્વેન બ્રેવો સાથે ધોની અંગે વાત કરી કે તે સુકાની તરીકે કેવો છે. તેણે જણાવ્યું કે, તેની સૌથી સારી વાત એ છે કે તે બધાનું સાંભળે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X