નવી દિલ્હી, 29 મે : આઇપીએલમાં ફિક્સિંગ અને સટ્ટેબાજીએ બીસીસીઆઇમાં ભૂકંપ લાવી દીધો છે. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ હવે તેને લઇને બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. આજે આ મુદ્દે બીસીસીઆઇ ઉપાધ્યક્ષ અરુણ જેટલી અને આઇપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ મુલાકાત લીધી. શુક્લાએ શ્રીનીવાસન પર રાજીનામાનું દબાણ વધારી દીધું છે.
બેઠક બાદ શુક્લાએ જણાવ્યું કે જેટલીની સાથે તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઇ. સાથે જ તેમણે કહ્યું કે તપાસ પ્રક્રિયાથી બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનને અલગ રહેવું જોઇએ. શુક્લાએ કહ્યું કે તેમણે પોતાની સલાહ આપી દીધી છે, હવે તેને માનવું શ્રીનિવાસન પર નિર્ભર છે. તેમણે એ પણ જણાવ્યું કે તપાસ સમિતિની ભલામણને મોકલવાની કોઇ જરૂરીયાત નથી. ભલામણ સીધી રીતે લાગૂ થાય.
આને રાજીવ શુક્લાનું બદલાયેલું વલણ માની શકાય છે. આ પહેલા શુક્લાએ આ રીતે શ્રીનિવાસનને કઇપણ કહ્યું ન્હોતું. શ્રીનિવાસનને તપાસ પ્રક્રિયાથી દૂર રહેવાની સલાહ આપીને રાજીવ શુક્લાએ તેમની પર દબાણ વધારી દીધું છે.
આ પહેલા કેન્દ્રીય નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ શ્રીનિવાસન પાસે રાજીનામુ આપવાની માંગ કરી હતી. જોકે અત્યાર સુધી ક્રિકેટના કોઇપણ પદાધિકારી શ્રીનિવાસનની સામે બોલવા માટે આગળ આવ્યો નથી. જેને બોર્ડમાં શ્રીનિવાસનની ધાકના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
Beleaguered BCCI president N Srinivasan on Wednesday found himself under intense pressure to quit after two BCCI heavyweights, IPL chairman Rajiv Shukla and board vice-president Arun Jaitley, asked him to "stay away" till investigations against his son-in-law were completed in the IPL spot-fixing scandal.
Story first published: Wednesday, May 29, 2013, 13:17 [IST]