દીપા કરમાકરે પાછી આપી સચિનની બીએમડબલ્યૂ, ખરીદી નવી કાર

Subscribe to Oneindia News

રિયો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર દીપા કરમાકરે છેવટે ભારત રત્ન સચિન તેંડુલકરના હાથે મળેલી બીએમડબલ્યૂ કાર પાછી આપી દીધી છે અને તેના બદલે કેશ લઇ લીધા છે. દીપાએ કારના બદલે મળેલા 25 લાખ રુપિયાથી હ્યૂંડાઇ ઇલેંટ્રા લઇ લીધી છે.

dipa

તમને જણાવી દઇએ કે ત્રિપુરાના રસ્તા ખરાબ હોવાને કારણે દીપાએ ભેટમાં મળેલી બીએમડબલ્યૂ પાછી આપીને કેશ આપવાની વાત કરી હતી. જો કે ત્રિપુરા સરકારે કહ્યુ હતુ કે તે દીપાના ઘર સુધીના રસ્તા ઠીક કરશે પરંતુ દીપાના પરિવારે કહ્યુ હતુ કે આટલી મોંઘી કારની જાળવણી પણ ઘણી મુશ્કેલ છે માટે કારને પાછી આપી કેશ આપવી વધુ સારુ રહેશે.

આંધ્રપ્રદેશના બિઝનેસમેન અને પૂર્વ ક્રિકેટર વી. ચામુંડેશ્વરનાથ

ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના બિઝનેસમેન અને પૂર્વ ક્રિકેટર વી. ચામુંડેશ્વરનાથ કે જે હૈદરાબાદ ડિસ્ટ્રીક્ટ બેડમિંટન એસોસિએશનના પ્રેસિડેંટ અને સચિન તેંડુલકરના બહુ નજીકના દોસ્ત છે. તેમણે રિયો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર સ્ટાર ખેલાડીઓ શટલર પી વી સિંધુ, રેસલર સાક્ષી મલિક, જિમનાસ્ટ દીપા કરમાકર અને સિંધુના કોચ ગોપીચંદને બીએમડબલ્યૂ કાર ભેટમાં આપી હતી.

English summary
Star Indian gymnast Dipa Karmakar has returned the BMW presented to her by Sachin Tendulkar
Please Wait while comments are loading...