રેકિંગમાં રૈના 10માં અને જાડેજા પાંચમાં સ્થાન પર

suresh-raina
દુબાઇ, 29 જાન્યુઆરીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ તાજેતરમાં થયેલી વનડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા સુરેશ રૈનાએ પોતાની કારકિર્દીમાં પહેલીવાર આઇસીસી રેન્કિંગમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. તેણે પાંચ મેચોની શ્રેણીમાં 92.33ની એવરેજથી 277 રન બનાવ્યા છે. રૈનાએ શ્રેણીમાં ચાર અડધી સદી લગાવી છે. મધ્યક્રમના આ ખેલાડીએ રેન્કિંગમાં 15 સ્થાનોની છલાંગ લગાવી છે.

રૈના ઉપરાંત એક અન્ય ખેલાડી રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરની યાદીમાં બે સ્થાનના ફાયદા સાથે જ પાંચમા સ્થાન પર પહોંચી ગયા છે. આ બેટ્સમેનોની યાદીમાં 56માં સ્થાન પર અને બોલર્સની યાદીમાં અત્યારસુધીમાં પોતાની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ આઠમા નંબર પર સ્તાન મેળવવામાં સફળ રહ્યો છે.

ટીમ ઇન્ડિયાના બેટ્સમેન રેન્કિંગમાં ટોપ ટેનમાં વિરાટ કોહલી ત્રીજા અને સુકાની મહેન્દ્ર સિંહ ધોની ચોથા સ્થાન પર છે. બેટ્સમેનની રેન્કિંગમાં હાસિમ અમલા 886 અંક સાથે પહેલા, દક્ષિણ આફ્રિકા સાથે જ અન્ય બેટ્સમેન એબી ડિવિલયર્સ બીજા સ્થાને છે.

બીજી તરફ બોલર્સની યાદીમા પાકિસ્તાને સઇદ અજમલ પહેલા અને મોહમ્મદ હાફીઝ બીજા સ્થાને છે. જો ટીમોની રેન્કિંગ જોઇએ તો ટીમ ઇન્ડિયા વનડે મેચોની રેન્કિંગમાં પહેલા સ્થાન પર છે, જ્યારે ઇંગ્લેન્ડ બીજા, ઓસ્ટ્રેલિયા ત્રીજા, દક્ષિણ આફ્રિકા ચૌથા અને શ્રીલંકા પાંચમા સ્થાને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X