For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફીફા વિશ્વકપઃ પરાજય બાદ સ્વિત્ઝરલેન્ડના કોચે લીધો સન્યાસ

By Super
|
Google Oneindia Gujarati News

સાઓ પાઉલો, 2 જુલાઇઃ ફીફા વિશ્વકપના અંતિમ 16 મુકાબલામાં અર્જેન્ટિના સાથે પરાજય મળ્યા બાદ સ્વિત્ઝરલેન્ડના કોચ ઓટમાર હિટ્જફેલ્ડે નિવૃતિની જાહેરાત કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું છેકે, મારા ખેલાડીઓએ મેચ બાદ જે પ્રકારની પ્રતક્રિયા આપી તે બદલ હું તેમને શુભેચ્છા પાઠવું છું. અમે અમારું માથું ઉંચુ કરીને ટૂર્નામેન્ટમાંથી વિદાઇ લઇ રહ્યાં છીએ.

Switzerland-coach-Ottmar-Hitzfeld
હિટ્ઝપેલ્ડ મૂળ રીતે જર્મની છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી મારા ભવિષ્યની વાત છે તો હું કોચિંગમાંથી નિવૃતિ લઇ રહ્યો છું, જેથી આગળ જતાં આરામની જિંદગી જીવી શકુ. અંતિમ-16 હેઠળ મંગળવારે અર્જેન્ટિના વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્વિત્ઝરલેન્ડે અર્જેન્ટિનાને નિર્ધારિત 90 મીનિટમાં એકપણ ગોલ કરવા દીધો નહોતો. જોકે અતિરિક્ત સમયમાં અર્જન્ટિના બાજી પલ્ટાવવામાં સફળ રહ્યું. સ્વિત્ઝરલેન્ડના કોચે સ્વીકાર્યું છેકે, તેમની રણનીતિ ત્રણ-ચાર ખેલાડીઓની સાથે અર્જેન્ટિનાના સ્ટાર ખેલાલી લિયોનલ મેસીને રોકવાની હતી, પરંતુ એક ખેલાડીની પર જરૂર કરતા વધારે ધ્યાન આપવું અમને મોંઘુ પડ્યું છે.

હિટ્ઝફેલ્ડે સ્વિસ ટીમના કોચિંગ પદની જવાબદારી 2008માં સંભાળી હતી. વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વિશ્વકપમાં ટીમ ગ્રુપ વર્ગમાંથી બહાર થઇ ગઇ હતી. હિટ્ઝફેલ્ડે પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત 1983થી કરી હતી. હિટ્ઝફેલ્ડ એ પાંચ ખેલાડી કોચ ફૂટબોલ કોચમાં સામેલ છે, જેમણે બે અલગ-અલગ ક્લબમાં રહીને યુઇએફએ ચેમ્પિયન્સ લીગ જીતાડવામાં પોતાની ટીમને માર્ગદર્શન કર્યું. સૌથી પહેલા 1997માં ડૉર્ટમુંડ ક્લબ અને ત્યારબાદ 2001માં બેયર્ન મ્યુનિખે હિટ્ઝફેલ્ડના માર્ગદર્શનમાં આ ખિતાબ જીત્યો હતો.

English summary
After Switzerland were eliminated from the 2014 FIFA World Cup by Argentina in the round of 16, coach Ottmar Hitzfeld announced his retirement here Tuesday. "I'd like to congratulate my players for the way they reacted at the end. Today Switzerland earned the recognition of many people around the world and we can walk away with our heads held high," said the 65-year-old German in the post match conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X