For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 WC: ભારત સામે મેચ પહેલા મિયાંદાદની પાકિસ્તાનને આ સલાહ!

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ ભારત સામે આક્રમક ક્રિકેટ રમવા માટે જાણીતા હતા. તે સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે સમાન મુકાબલા નહોતા થતા.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ ભારત સામે આક્રમક ક્રિકેટ રમવા માટે જાણીતા હતા. તે સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે સમાન મુકાબલા નહોતા થતા, કેમ કે ત્યારે પાકિસ્તાનની ટીમમાં વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાઓ હતી અને ભારત પાસે આ તાકાન નહોતી. 90 ના દાયકામાં પરિસ્થિતી વધારે પાકિસ્તાનના પક્ષમાં ગઈ કારણ કે આ સમય દરમિયાન વિશ્વએ પાકિસ્તાનના રૂપમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંથી એકને જોઈ હતી.

Miandad

હવે ભારત પાસે વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ છે અને પાકિસ્તાનમાં હવે એ દમ નથી. તેના ઘરની પરિસ્થિતિઓએ ક્રિકેટને વધુ પ્રભાવિત કર્યુ છે. હવે મિયાંદાદે ટી20 વર્લ્ડ કપ 2021 માં ભારત સામેની ટક્કર પહેલા પાકિસ્તાન ટીમને સલાહ આપી છે. આ મેગા ઇવેન્ટમાં બંને ટીમો 24 ઓક્ટોબરે દુબઇમાં સામસામે મૈદાનમાં ઉતરશે.

પાકિસ્તાને ક્યારેય વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી, પછી ભલે તે ગમે તે ફોર્મેટ હોય. આ બંને ટીમો છેલ્લે 2019 વર્લ્ડ કપમાં ઓલ્ડ ટ્રેફોર્ડમાં સામસામે ટકરાઈ હતી. આ મેચમાં રોહિત શર્માએ 140 રન બનાવ્યા હતી અને ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું.

હવે પછીની મેચ પહેલા મિયાંદાદે કહ્યું કે, ટીમના દરેક સભ્યએ ખૂબ જ ચોકસાઈ સાથે પોતાની ભૂમિકા નિભાવવી પડશે. જિયો ન્યૂઝ પર મિયાંદાદને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, તે જરૂરી નથી કે જે ખેલાડીઓ સામાન્ય રીતે સારું પ્રદર્શન કરે તે મેચ દરમિયાન પણ આવું જ કરે. જો પાકિસ્તાન ભારતને હરાવવા માંગતું હોય તો નિરંતરતાનું ઘણું મહત્વ રહેશે. તેમને પીસીબીના નવનિયુક્ત ચેરમેન રમીઝ રાજાને પણ મેચ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.

ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાન ટીમ બે વોર્મ અપ મેચમાં ભાગ લેવા માટે તૈયાર છે. પાકિસ્તાન ટીમ પ્રથમ વખત કીરોન પોલાર્ડની વેસ્ટ ઈન્ડિઝ સામે 18 ઓક્ટોબરે દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ પર ટકરાશે.

આ પછી દક્ષિણ આફ્રિકા સામે અબુ ધાબીમાં મેચ રમાશે. તાજેતરમાં વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની તૈયારીઓને કેટલાક ઝટકાનો સામનો કરવો પડ્યો હતો, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે તેની સામેની દ્વિપક્ષીય શ્રેણી છોડી દીધી હતી, ત્યારબાદ પીસીબી પણ ભારતથી ખૂબ નારાજ છે. તે આ ત્રણ ટીમોને વર્લ્ડ કપમાં હરાવવા માગે છે. જો કે પાકિસ્તાનનો રેકોર્ડ સારો છે, તેને 2009 માં ક્રિકેટના આ ફોર્મેટમાં એક વખત ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો અને 2008 માં રનર્સ અપ તરીકે સફર સમાપ્ત થઈ હતી.

English summary
T20 WC: Miandad's advice to Pakistan before the match against India!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X