For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 WC : વોર્મ-અપ મેચમાં રોહિત-રાહુલ છવાયા, 9 વિકેટે ભારતની જીત!

યુએઈમાં રમાઈ રહેલી ટી 20 વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચ દરમિયાન સુપર 12 માં ક્વોલિફાય કરનારી ટીમોવોર્મ-અપ મેચ રમી રહી છે, જેમાં ભારતીય ટીમે પોતાની બીજી વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : યુએઈમાં રમાઈ રહેલી ટી 20 વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચ દરમિયાન સુપર 12 માં ક્વોલિફાય કરનારી ટીમોવોર્મ-અપ મેચ રમી રહી છે, જેમાં ભારતીય ટીમે પોતાની બીજી વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવનારી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે જલવો બરકરાર રાખ્યો અને 17.5 ઓવરમાં મેચ પૂરી કરી અને 9 વિકેટે જીત મેળવી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર માત્ર 152 રન જ બનાવી શકી હતી. ભારતીય સ્પિનરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાની ટીમને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવ્યા.

T20 WC

ઓસ્ટ્રેલિયન ટીમ માટે સ્ટીવ સ્મિથ (57), માર્કસ સ્ટોઈનિસ (41) અને ગ્લેન મેક્સવેલ (37) એ ઓસ્ટ્રેલિયાને પરત લાવવાનું કામ કર્યું અને 11 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ પણ 152 ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યાં. જવાબમાં ભારતીય ટીમના ઓપનરોએ ફરી એક વખત શાનદાર શરૂઆત કરી અને 9.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 68 રન ઉમેર્યા.

ભારતીય ટીમ માટે આ મેચમાં ઈશાન કિશનને બદલે રોહિત શર્મા (અણનમ 60) ઓપનિંગ માટે આવ્યો હતો અને કેએલ રાહુલ (39) એ તેને પુરો ટેકો આપ્યો. કેએલ રાહુલે 31 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા, જો કે એશ્ટન અગરના બોલ પર મોટો શોટ રમવા જતા તેને વિકેટ ગુમાવવી પડી હતી.

બીજી તરફ રોહિત શર્માએ તેનું સારૂ ફોર્મ યથાવત રાખતા 41 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 60 રન બનાવ્યા બાદ રિટાયર થયો હતો. આ મેચમાં ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવને ત્રીજા નંબરે બેટિંગ માટે મોકલ્યા, જેને સારી બેટિંગ કરી અને 27 બોલમાં 5 ચોગ્ગા, એક છગ્ગા સાથે અણનમ 38 રન બનાવ્યા. રોહિતના ગયા પછી મેદાન પર રમવા માટે આવેલા હાર્દિક પંડ્યાએ 8 બોલમાં અણનમ 14 રન બનાવ્યા છગ્ગો ફટકારી 9 વિકેટે મેચ જીતી લીધી .

બોલિંગમાં ભારતે 7 બોલરોનો ઉપયોગ કર્યો અને આ મેચમાં સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળ્યું. 5 માંથી 4 વિકેટ સ્પિન બોલરોના ખાતામાં આવી, જ્યારે ભુવનેશ્વર કુમારે પણ આ મેચમાં જબરદસ્ત બોલિંગ કરી 4 ઓવરમાં 27 રન આપીને સ્ટીવ સ્મિથની વિકેટ મેળવી. રવિચંદ્રન અશ્વિને 2, જ્યારે ચાહર અને રવિન્દ્ર જાડેજાએ પણ એક-એક વિકેટ લીધી હતી.

English summary
T20 WC: Rohit-Rahul win in warm-up match, India win by 9 wickets!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X