For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup : આવુ થયુ તો ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે, જાણો સમીકરણો!

T20 વર્લ્ડકપ રોમાંચક મોડ પર પહોંચી ચુક્યો છે. એક તરફ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોએ સામાન્ય ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ હવે મેજબાન ઓસ્ટ્રેલિયા પર પણ મુશ્કેલીના વાદળો છવાયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

T20 વર્લ્ડકપ રોમાંચક મોડ પર પહોંચી ચુક્યો છે. એક તરફ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોએ સામાન્ય ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ હવે મેજબાન ઓસ્ટ્રેલિયા પર પણ મુશ્કેલીના વાદળો છવાયા છે. હવે વર્લ્ડકપમાં કંઈક એવા સમીકરણો રચાઈ રહ્યા છે, જેના કારણે મોટી ટીમોની મુશ્કેલીઓ વધી રહી છે.

ઓસ્ટ્રિલિયાની મુશ્કેલીઓમાં વધારો

ઓસ્ટ્રિલિયાની મુશ્કેલીઓમાં વધારો

વર્તમાન સ્થિતી પર નજર કરીએ તો, ન્યુઝીલેન્ડની હાર બાદ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ઈંગ્લેન્ડની જીતથી ઓસ્ટ્રેલિયા માટે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે અને જો ઈંગ્લેન્ડ તેની છેલ્લી મેચ જીતશે તો ઓસ્ટ્રેલિયા આ બહાર થઈ શકે છે.

ગ્રુપ A ની સ્થિતી

ગ્રુપ A ની સ્થિતી

ગ્રુપ A માં લડાઈ હવે રોમાંચક બની ગઈ છે. હાલ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના 5-5 પોઈન્ટ છે. નેટ રન રેટના આધારે ન્યૂઝીલેન્ડ સૌથી ઉપર છે અને ત્યારબાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. આ પછી શ્રીલંકા ચૌથા સ્થાને છે. જો કે શ્રીલંકા માટે કોઈ સંભાવના દેખાતી નથી.

વરસાદ ખેલ બગાડશે

વરસાદ ખેલ બગાડશે

હાલના સમીકરણો વિશે વાત કરીએ તો, હવે તમામ ટીમોએ એક-એક મેચ રમવાની છે. હવે સ્થિતી એ છે કે આખરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવવુ પડશે. આ સિવાય પણ ઓસ્ટ્રેલિયાએ પ્રાથના કરવી પડશે કે શ્રીલંકા ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવે. આ સિવાય જો વરસાદ વિલન બન્યો તો ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે. આ સ્થિતીમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચશે.

ઈંગ્લેન્ડ માટે પણ સ્થિતી સારી નથી

ઈંગ્લેન્ડ માટે પણ સ્થિતી સારી નથી

જો કે સ્થિતી ઈંગ્લેન્ડ માટે પણ એટલી સારી નથી. તે પણ નેટ રન રેટમાં પાછળ છે. ઈંગ્લેન્ડની નેટ રન રેટ ઓસ્ટ્રેલિયા કરતા સારી હશે તો જ ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. ઓસ્ટ્રેલિયા સાથે સાથે ઈંગ્લેન્ડે પણ પ્રાર્થના કરવી પડશે કે તેની છેલ્લી મેચમાં વરસાદ કે હાર ન થાય. બીજી તરફ ન્યુઝીલેન્ડ તેની છેલ્લી મેચ આયર્લેન્ડ સામે રમશે, આ મેચ જીતીને તે આસાનીથી સેમિફાઈનલમાં પહોંચી જશે.

English summary
T20 World Cup: If this happens, Australia will be out of the World Cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X