T20 World Cup : માત્ર 16 અને આ મોટો રેકોર્ડ કોહલીના નામે, મહેલા જર્યવર્ધનેને પાછળ છોડશે!

T20 વર્લ્ડકપમાં 2 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ સામસામે ટકરાશે.

T20 વર્લ્ડકપમાં 2 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ સામસામે ટકરાશે. આ મેચમાં ભારતીય ટીમ જીત સાથે સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ આ મેચમાં વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

virat kohli

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકન ખેલાડી મહેલા જયવર્ધનેના નામે છે. તેને વર્લ્ડકપની 31 મેચમાં 1016 બનાવ્યા છે અને 6 અડધી સદી ફટકારી છે. તો બીજી તરફ વિરાટ કોહલીએ અત્યારસુધીમાં 24 મેચમાં 1001 રન બનાવ્યા છે અને 12 અડધી સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામે કોહલી માત્ર 16 રન બનાવતા જ તે ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની જશે.

આ સિવાય રોહિત શર્મા પણ ક્રિસ ગેલનો એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવામાં 33 ઈનિંગ્સમાં 919 રન સાથે રોહિત શર્મા ચૌથા સ્થાને છે. બીજી તરફ ક્રિસ ગેલે 31 ઈનિંગ્સમાં 965 રન બનાવ્યા છે. જો રોહિત 46 રનની ઈનિંગ્સ રમવામાં સફળ રહેશે તો તે ત્રીજા સ્થાને આવી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X