For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC Worldcup: શ્રીલંકા સામે જીતતા ભારતની પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ જીત સાથે બાંગ્લાદેશે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ ટોપ-5 માં સ્થાન બનાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

18 જુલાઇએ બે વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ, એક મેચ શ્રીલંકા અને ભારત વચ્ચે અને બીજી મેચ ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ બંને મેચના પરિણામો બાદ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ જીત સાથે બાંગ્લાદેશે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ ટોપ-5 માં સ્થાન બનાવ્યુ છે. અગાઉ ભારત 9 માં ક્રમે હતું. શ્રીલંકા સામે સાત વિકેટની શાનદાર જીત નોંધાવતા ભારતે તેના પોતાના ખાતામાં 10 પોઇન્ટ ઉમેર્યા છે. જ્યારે બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. બાંગ્લાદેશના ખાતામાં હાલમાં 70 પોઇન્ટ છે, જ્યારે ભારતના કુલ 39 પોઇન્ટ છે.

ICC Worldcup 2023

ભારતે અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાંથી તે ચાર જીતી ગઈ છે, જ્યારે બાકીની ત્રણમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. દરેક ટીમને જીત માટે 10 પોઇન્ટ મળે છે, જો મેચનું પરિણામ ન આવે, કેન્સલ થાય કે ટાઇ થાય તો બંને ટીમોને પાંચ-પાંચ પોઇન્ટ વહેંચાય છે. મેચ હારવા પર એક પણ પોઈન્ટ પોઇન્ટ આપવામાં આવતો નથી, જ્યારે ધીમી ઓવર રેટ માટે પણ પોઇન્ટ્સ કટ થાય છે. ઇંગ્લેન્ડ 15 મેચ 9 જીત સાથે ટોચ પર છે. ઈંગ્લેન્ડના ખાતામાં કુલ 95 પોઇન્ટ છે. ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સિવાય ઔસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ભારતથી ઉપર છે. જો ભારત આ શ્રેણીની બાકીની બે મેચ જીતે છે, તો તે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચશે.

તમને જણાવી દઈએ કે, નિયમો અનુસાર આઈસીસી સુપર લીગ પોઇન્ટ ટેબલની ટોચની છ ટીમોને આઈસીસી વર્લ્ડ કપ 2023 માં સ્થાન મળશે. આ ઉપરાંત વર્લ્ડ કપમાં યજમાન દેશે પણ સીધી એન્ટ્રી મળશે. અન્ય છ દેશોને ક્વોલિફાયર રાઉન્ડ પસાર કર્યા પછી વર્લ્ડ કપ રમવાનો મોકો મળશે.

English summary
Team India's leap in ICC Cricket World Cup Super League points table, entered in top-5
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X