
Tokyo Olympics: 13 વર્ષની ખેલાડી ઓલિમ્પિક રમશે, મહા મહેનતે માતા-પિતાએ પરવાનગી આપી
ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્કેટબોર્ડિંગ ચાર રમતોની સાથે ડેબ્યૂ કરી રહ્યું છે. 13 વર્ષની સ્કાય બ્રાઉન આ રમતમાં ભાગ લેશે. તે ગ્રેટ બ્રિટન ટીમ તરફથી રમતી જોવા મળશે અને તે ટીમની સૌથી યુવા સભ્ય છે અને તે ઓલિમ્પિક્સમાં રમવાને લઈને ઉત્સાહિત છે.
એએનઆઈ સાથે વાત કરતાં તેને કહ્યું કે, તે પુરી રીતે ક્રેજી છે. તે મારા સપના કરતા મોટું છે, જેની મેં કલ્પના પણ નહોતી કરી. હું ખૂબ જ ખુશ છું, ખૂબ જ ઉત્સાહિત છું અને રોજની જેમ સ્કેટ પર જાઉં છું અને મારા સમયનો આનંદ માણું છું. જો કે કોરોનાને કારણે બીજા ખેલાડીએ પ્રેક્ટિસમાં સમાધાન કરવું પડ્યું હતું, પરંતુ સ્કેટિંગ એવી રમત છે કે જેમાં તમે ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકો છો. સ્કાય કહે છે કે તમે કોઈ પણ જગ્યાએ, સપાટ જમીન પર કે ખાલી સ્વિમિંગ પૂલમાં પ્રેક્ટિસ કરી શકો છો, એટલે જ મને તે ગમે છે.
13 વર્ષીય સ્કાયની પ્રેરણા તેના પિતા છે, જેનું સ્કેટબોર્ડ સ્કાયનું પ્રિય છે. તે તેના પર સવારી કરીને બજારમાં જતી હતી. જ્યારે તેને તેના પિતાને બોર્ડ પર જોયા તો ત્યારે તેને આ વસ્તુ સારી લાગી અને તેણે તેને અપનાવ્યું. સ્કાયનું જીવન સામાન્ય શાળાએ જતા બાળકોની જેમ નહી પરંતુ પરંતુ રમતગમતે તેને એક સારી વ્યક્તિ બનાવી છે. તેણી કહે છે કે તે તેનું શ્રેષ્ઠ જીવન જીવી રહી છે અને તેના બદલામાં કંઈક આપવા માંગે છે. સ્કાયે પ્રોફેસનલ બનવાનું વિચાર્યું ન હતું, પરંતુ તેના પિતા અને ભાઈ સાથે તે સ્કેટિંગમાં કંઈક કરવાની આદત પડી ગઈ અને નવી ટ્રિક્સ અજમાવવાનું શરૂ કર્યું અન તેમાથી તે તે આ તરફ વળતી ગઈ.
બીજી તરફ સ્કાયે એમ પણ કહ્યું કે, ઓલિમ્પિક્સમાં તે ગ્રેટ બ્રિટનની ટીમમાં જોડાવા ઉતાવળી હતી પરંતુ તેના માતા-પિતા તેને રોકતા હતા, કારણ કે તેને લાગતું હતું કે, આમ કરવાથી તેના પર દબાવ વધશે. જો કે ગ્રેટ બ્રિટનની ટીમે પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે કોઈ પણ પ્રકારનું દબાણ નથી અને જ્યારે ઇચ્છે ત્યારે છોડી શકે છે. આમ છત્તા સ્કાયના પિતા સહમત ન થયા. તે પિતાને સમજાવતી રહી, આખરે તે સહમત થયા અને પરવાનગી આપી.