For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2021 માં ગૂગલ સર્ચમાં આ ભારતીય ક્રિકેટરોને સૌથી વધુ સર્ચ કરાયા!

વિરાટ કોહલી વર્ષ 2021માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ક્રિકેટર તરીકે ઉભરી આવ્યો છે. વિરાટ કોહલી આ વર્ષે એક યા બીજા કારણોસર સમાચારમાં રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વિરાટ કોહલી વર્ષ 2021માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ક્રિકેટર તરીકે ઉભરી આવ્યો છે. વિરાટ કોહલી આ વર્ષે એક યા બીજા કારણોસર સમાચારમાં રહ્યો છે. સૌથી પહેલા તેની દીકરી વામિકાનો જન્મ થયો, જેના કારણે કોહલી હેડલાઈન્સમાં આવ્યો. આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ યોજાઈ હતી અને ત્યાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપની પણ ચર્ચા થઈ હતી.

Virat Kohli

વર્લ્ડ કપ T20 ના થોડા સમય પહેલા કોહલીએ કેપ્ટન તરીકે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને વિદાય આપી અને ઘણી વસ્તુઓ ફરીથી હેડલાઇન બની. આટલું જ નહીં, વિરાટ કોહલી પાસેતી બાદમાં ODIની કેપ્ટન્સી પણ છીનવી લેવામાં આવી, જેના કારણે બોર્ડ અને કોહલી વચ્ચે અણબનાવ જેવી બાબતો પણ સામે આવી હતી અને ફરીથી કોહલીને ઘણો સર્ચ કરવામાં આવ્યો.

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેને ઘણી સનસનાટીભર્યા ખુલાસા કર્યા હતા અને ફરી એકવાર તે ચર્ચામાં આવ્યો. આ કારણે યાહૂની યાદીમાં કોહલી સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ભારતીય ક્રિકેટર પણ હતો.

કોહલીનું નામ છેલ્લા છ મહિનામાં 96 લાખ વખત સર્ચ કરવામાં આવ્યું છે, દર મહિને સરેરાશ 16.2 લાખ સર્ચ કરવામાં આવ્યા છે. 2021માં 9.7 લાખથી વધુ સર્ચ સાથે રોહિત શર્મા ગૂગલ પર બીજા સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ભારતીય ક્રિકેટર છે.

આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા પણ ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 2021માં વિશ્વમાં સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સમાં સામેલ છે. આ યાદીમાં ડેનિશ ફૂટબોલર ક્રિશ્ચિયન એરિક્સન ટોચ પર છે, જ્યારે અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સ અને જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ અનુક્રમે નંબર 2 અને નંબર 3 પર છે. ચોપરા એમ્મા રાડુકાનુ, ટાયસન ફ્યુરી, ઓડેલ બેકહામ જુનિયર અને રાફેલ નડાલ જેવા અન્ય એથ્લેટ્સ સાથે યાદીમાં છઠ્ઠા ક્રમે છે.

એકંદરે ભારતમાં ટોપ-5 સર્ચની વાત કરીએ તો, ઈન્ડિયન પ્રીમિયર લીગ, કોવિન, આઈસીસી ટી20 વર્લ્ડ કપ, યુરો કપ અને ટોક્યો ઓલિમ્પિક્સ ટોપ પર રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, કોહલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે અને હાલમાં તે દક્ષિણ આફ્રિકા સામે 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી 3 મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

English summary
The most searched Indian cricketers in Google search in 2021!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X