For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના ખેલાડીએ જ કહ્યું, ભારતની બી ટીમ પણ પાકિસ્તાનને હરાવી દેશે

પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી છે. આ તે ટીમ છે જે શ્રીલંકામાં મર્યાદિત ઓવરોની શ્રેણી રમી રહી છે. મેન ઇન બ્લુએ ફક્ત પ્રથમ બે મેચ રમીને ત્રણ મેચની વનડે સિરીઝ જીતી લીધી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી છે. આ તે ટીમ છે જે શ્રીલંકામાં મર્યાદિત ઓવરોની શ્રેણી રમી રહી છે. મેન ઇન બ્લુએ ફક્ત પ્રથમ બે મેચ રમીને ત્રણ મેચની વનડે સિરીઝ જીતી લીધી છે. દિપક ચહર, પૃથ્વી શો અને ઇશાન કિશન જેવા ખેલાડીઓએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડના હાથ નીચે તક ઝડપી લીધી છે. કનેરિયાએ દ્રવિડના નેતૃત્વ હેઠળ કુલદીપ યાદવના ફરીથી ઉભરવા તરફ પણ ધ્યાન દોર્યું હતું અને તેનો શ્રેય દ્રવિડને આપ્યો હતો.

ભારતની બી ટીમ પણ પાકિસ્તાનને હરાવી દે-કનેરિયા

ભારતની બી ટીમ પણ પાકિસ્તાનને હરાવી દે-કનેરિયા

કનેરિયાને લાગે છે કે આ ભારતીય બી ટીમ પાકિસ્તાનની મુખ્ય ટીમ સામે પણ જીત મેળવશે. વધુમાં કહ્યું કે, ભારતે બીજી વનડેમાં અંત સુધી લડત આપી અને પાછા હટ્યા વગર જીત મેળવી હતી. ડેનિશ કનેરિયાએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, "આ ભારતીય ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે, રાહુલ દ્રવિડે ભારતીય ટીમ સાથે જે રીતે કામ કર્યું છે, તે પ્રશંસાને પાત્ર છે. તેણે જે રીતે કુલદિપ યાદવને પ્રેરિત કર્યો તે જોવા યોગ્ય છે. આ બી ટીમ પણ ચોક્કસપણે પાકિસ્તાનને હરાવી દેશે."

વર્લ્ડ કપ પહેલા આઈપીએલને મદદગાર ગણાવ્યુ

વર્લ્ડ કપ પહેલા આઈપીએલને મદદગાર ગણાવ્યુ

ત્રણ વન ડે ઉપરાંત ભારત શ્રીલંકા સામે ત્રણ ટી -20 મેચ પણ રમશે. આ ત્રણ ઓક્ટોબરથી શરૂ થનારી આઇસીસી ટી -20 વર્લ્ડ કપ 2021 પહેલા ભારતની અંતિમ મર્યાદિત ઓવરની મેચ હશે. દ્રવિડે તાજેતરમાં બેંચ પર બેઠેલા ખેલાડીઓને તક આપવાની વાત કરી હતી. ટી -20 વર્લ્ડ કપ માટે ભારતના પ્રથમ પસંદગીના ખેલાડીઓની વાપસી સાથે અન્ય ખેલાડીઓ માટે ફક્ત બે કે ત્રણ સ્લોટ જ ઉપલબ્ધ હશે. આ સિવાય 19 સપ્ટેમ્બરથી યુએઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નો બીજો તબક્કો શરૂ થશે, કનેરિયાને લાગે છે કે ખેલાડીઓએ તેનો લાભ મળશે.

કનેરિયાએ ટી-20 વર્લ્ડ કપના ફાઇનલિસ્ટની આગાહી કરી

કનેરિયાએ ટી-20 વર્લ્ડ કપના ફાઇનલિસ્ટની આગાહી કરી

કનેરિયાએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝને ટી 20 વર્લ્ડ કપના ફાઇનલિસ્ટ તરીકે પણ પસંદ કર્યા છે. કેમ કે તેને લાગે છે કે ધીમી વિકેટ પર બંને ટીમો સારી રીતે રમે છે. તેને એમ પણ લાગે છે કે ટી ​​20 વર્લ્ડ કપ દરમિયાન યુએઈમાં આવી વધુ વિકેટો હશે. કનેરિયાએ તારણ કાઢ્યુ કે, "ટી -20 વર્લ્ડ કપ પહેલા ભારત કોઈ મર્યાદિત ઓવરનું ક્રિકેટ નથી રમી રહ્યું, પરંતુ આઈપીએલ રમવાથી તે સારી સ્થિતિમાં હશે. મને લાગે છે કે ફાઇનલ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે યોજાશે."

English summary
The Pakistani player said that India's B team will also beat Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X