For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે વર્ષ 2021માં T20 ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલરો!

વર્ષ 2021 તેના અંતને આરે છે. આવી સ્થિતિમાં દરેક ક્રિકેટ પ્રેમી એ જાણવા માટે ઉત્સુક છે કે આ વર્ષે કયા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું, તો કોણે ખરાબ પ્રદર્શન કર્યું.

By Desk
|
Google Oneindia Gujarati News

સ્પોર્ટ્સ ડેસ્ક : વર્ષ 2021 તેના અંતને આરે છે. આવી સ્થિતિમાં દરેક ક્રિકેટ પ્રેમી એ જાણવા માટે ઉત્સુક છે કે આ વર્ષે કયા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું, તો કોણે ખરાબ પ્રદર્શન કર્યું. આ વર્ષ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ સંદર્ભમાં ખાસ હતું, કારણ કે આ દરમિયાન ICC T20 વર્લ્ડ કપ પણ હતો, જેનું ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા હતું. આ વર્ષે T20I ક્રિકેટમાં ક્યા બોલરે ચોંકાવ્યા તે જાણવું પણ જરૂરી છે. આ સ્થિતિમાં આજે આપણે એવા 3 બોલરોનો ઉલ્લેખ કરીશું જેમણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે.

ફ્રેન્ક સુબુગા

ફ્રેન્ક સુબુગા

યુગાન્ડાના સ્પિન ફ્રેન્ક સુબુગાએ આ વર્ષે સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે. ખાસ વાત એ છે કે ફ્રેન્ક 41 વર્ષનો છે, આટલી ઉંમર હોવા છતાં ડંકો વગાડ્યો છે. ફ્રેન્કે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે આ વર્ષે T20 ક્રિકેટમાં ખતરનાક બોલર તરીકે ઉભરી આવ્યો છે. તેની ખાસિયત એ છે કે તે બેટ્સમેનને સરળતાથી રન નથી આપતો અને વિકેટ લેવામાં એક્સપર્ટ છે. આ વર્ષે ફ્રેન્ક ટી20માં એટલી વિકેટ તો નથી લઈ શક્યો પરંતુ તેની ચુસ્ત બોલિંગથી બેટ્સમેનોને સરળતાથી રન આપ્યા નથી. આ વર્ષે ફ્રેન્કે 14 મેચમાં 52 ઓવર ફેંકી અને 15 વિકેટ લીધી. તેને સૌથી વધુ 6 ઓવર મેડલ ફેંકી છે.

દિનેશ નાકરાણી

દિનેશ નાકરાણી

બીજી તરફ યુગાન્ડાના મીડિયમ પેસર દિનેશ નાકરાણી આ મામલે બીજા સ્થાને છે. તેણે પોતાની ચોક્કસ લાઇન અને લેન્થથી વિપક્ષી બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી છે. નાકરાણીએ આ વર્ષે 22 મેચમાં 35 વિકેટ લીધી છે. 7 રનમાં 6 વિકેટ લેવી તેનું આ વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેણે 5.05ના ઇકોનોમી રેટથી રન ખર્ચ્યા. નાકરાણીએ 74 ઓવરમાં 374 રન આપ્યા હતા અને 3 ઓવર મેડન ફેંકી છે.

મુશ્તાફિઝુર રહેમાન

મુશ્તાફિઝુર રહેમાન

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના 27 વર્ષીય ફાસ્ટ બોલર મુશ્તાફિઝુર રહેમાને પણ આ સારી બોલિંગ કરી હતી. તેણે આ વર્ષે રમાયેલી 20 T20I મેચોમાં 28 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 4 વિકેટ હતું. રહેમાને કુલ 69.3 ઓવર ફેંકી 487 રન આપ્યા. આ સાથે રહેમાને 3 ઓવર મેડન પણ કરી. આ સિવાય માલ્ટાના બોલર બિલાલ મુહમ્મદ, નાઈજીરિયાના પી આહો, તાન્ઝાનિયાના સંય કુમાર ઠાકુરે પણ 3-3 ઓવર મેડન ફેંકી છે.

English summary
These are the most maiden over bowlers in T20 cricket in the year 2021!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X