For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: ભારતીય મહિલા હૉકી ટીમ ઈતિહાસ રચવાથી ચૂકી, પરંતુ પોતાની રમતથી જીતી લીધા દિલ

મહિલા હૉકી પોતાનો કાંસ્ય પદક મુકાબલો ગ્રેટ બ્રિટન સામે હારી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ ભારતીય પુરુષ હૉકી ટીમના ઈતિહાસ રચ્યા બાદ મહિલા હૉકી પોતાનો કાંસ્ય પદક મુકાબલો ગ્રેટ બ્રિટન સામે રમવા માટે ઉતરી. આ મેચ ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે રમી, તેણે અંતિમ ક્ષણો સુધી પોતાને મુકાબલામાં જાળવી રાખ્યા પરંતુ અંતે જીત ગ્રેટ બ્રિટનના પક્ષમાં 4-3થી. એક સમયે 0-2થી પાછળ રહેલી ભારતીય ટીમે બાદમાં શાનદાર વાપસી કરીને 3 ગોલ કરીને લીડ પર હતી પરંતુ મેચના અંતમાં ગ્રેટ બ્રિટના નામે રહી.

hockey

મેચની શરૂઆતમાં જ ગ્રેટ બ્રિટની ટીમે પહેલો પેનલ્ટી કૉર્નર મેળવી લીધો પરંતુ ભારતની ગોલકીપર સવિતા પુનિયાઓ શાનદાર બચાવ કર્યો. મેચની શરૂઆતની ક્ષણ ટીમ ઈન્ડિયા માટે ઠોસ રહ્યા. આ દરમિયાન ઈંગ્લેન્ડને વધુ એક પેનલ્ટી કૉર્નર મળ્યો જે ભારતે ફરીથી નિષ્ફળ કરી દીધો. જો કે ગ્રેટ બ્રિટનની ટીમે હવે પોતાના હુમલા તેજ કરી દીધા હતા. તેમણે એક પછી એક ગોલ પર એટેક કર્યા પરંતુ સવિતા પુનિયાએ સ્થિતિને સંભાળીને રાખી. કુલ મળીને ભારતે પહેલા ક્વાર્ટરની શરૂઆત સારી કરી પરંતુ તેના અંત સુધી ગ્રેટ બ્રિટને એટેક કર્યો અને ભારત ડિફેન્સ કરીને સ્કોરને બચાવતુ રહ્યુ.

પરંતુ બ્રિટનનો એટેક બીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ સફળતા લઈને આવ્યો અને કાંસ્ય પદક મેચનો પહેલો ગોલ ભારત સામે આવી ગયો. એલેના સિયાન રેયરે આ ગોલ કર્યો. ત્યારબાદ ભારત બીજો ગોલથી માંડ-માંડ બચ્યુ કારણકે ગ્રેટ બ્રિટનને વધુ એક પેનલ્ટી કૉર્નર મળ્યો જે ફરીથી ગોલમાં ફેરવાઈ શક્યો નહિ. ભારતે ત્યારબાદ મેચનો પહેલો એટેક કર્યો પરંતુ ગ્રેટ બ્રિટનની ગોલકીપરથી જબરદસ્ત બચાવ કરીને બોલને પોસ્ટમાં ન જવા દીધો. ભારતને ત્યારબાદ એક પેનલ્ટી કૉર્નર મળ્યો જે નિષ્ફળ થઈ ગયો.

બીજુ ક્વાર્ટર બ્રિટન માટે શાનદાર ગયુ કારણકે વધુ એક ગોલ કરીને ભારતને મેચમાં 0-2થી પછાડી દીધુ પરંતુ ભારત તરફથી ગુરજીત કૌરે પેનલ્ટી કૉર્નર પર એક ગોલ કરીને સ્કોરલાઈનને 2-1 કરી દીધી. ભારત માટે નોકઆઉટ દોરમાં ગુરજીતે સતત ગોલ કર્યા છે. આ ગોલ બાદ ભારત પાસે લય આવી ગઈ અને સલીમાએ 40 મીટરનુ સરસ રન બતાવીને કમાલ કર્યુ અને વધુ એક પેનલ્ટી કૉર્નર ભારતને આપ્યો. આ ભારત માટે ચોથો પેનલ્ટી કૉર્નર હતો જેને ગુરજીતે ફરીથી ગોલમાં ફેરવ્યો. હવે સ્કોર 2-2થી બરાબર થઈ ગયો અને ભારતીય ટીમે દમદાર વાપસી કરીને બતાવી.

આ દરમિયાન બીજા ક્વાર્ટરના અંતે વધુ એક મોકો મળ્યો હતો પરંતુ બ્રિટનની ઉત્તમ ગોલકીપરે આ મોકો પણ બચાવી લીધો. પરંતુ આ ક્વાર્ટર ભારત માટે એટલુ સરસ રહ્યુ કે વંદના કટારિયાનો ગોલે ભારતને લીડ અપાવી. આ ટોક્યો ઓલિમ્પિકમાં વંદનાનો ચોથો ગોલ હતો. આ સાથે જ પહેલો હાફ સમાપ્ત થયો અને ભારતનો સ્કોર 3-2થી આગળ રહ્યો.

આ ભારત તરફથી શાનદાર પ્રતિક્રિયા રહી. આ દરમિયાન શાનદાર પ્રદર્શનથી કોચ સોજર્ડ મારિન ખુશ દેખાયા. ભારત બીજા ક્વાર્ટરની શરૂઆતમાં 0-2થી નીચે જતુ રહ્યુ પરંતુ તેણે પોતાની રમત છોડી નહિ. ગુરજીત કૌરે પેનલ્ટી કૉર્નરથી બે ગોલ કર્યા જ્યારે વંદના કટારિયાએ ત્રીજા ગોલમાં ગોલ કરવા માટે સર્કલની શ્રેષ્ઠ અવેરનેસ બતાવી.

બીજા હાફની શરૂઆત ગ્રેટ બ્રિટન માટે પેનલ્ટી કૉર્નરમાં થઈ પરંતુ મોનિકા મલિકે શાનદાર ડિફેન્સ બતાવ્યુ. પરંતુ બ્રિટનનો એટેક ચાલુ રહ્યા. અહીં એક શાનદાર ગોલનો પ્રયાસ ભારતની ગોલકીપર સવિતા પુનિયાએ નિષ્ફળ કરી દીધો પરંતુ થોડી સકેન્ડ બાદ ભારતના ગોલ પોસ્ટમાં ફરીથી બોલ હતો જેના પર રિવ્યુ લેવામાં આવ્યો અને આ યોગ્ય સાબિત થયો. આ સાથે જ સ્કોર 3-3 થઈ ગયો. આ દરમિયાન શર્મિલાની રન ભારત માટે પેનલ્ટી કૉર્નર બની ગયો અને ગ્રેટ બ્રિટને બચાવ કર્યો. ત્રીજા ક્વાર્ટરની અંતિમ સેકન્ડોમાં ભારત પાસે પેનલ્ટી કૉર્નર આવ્યો જે ગ્રેટ બ્રિટને ડિફેન્ડ કરી દીધો અને આ ક્વાર્ટર 3-3થી સમાપ્ત થયુ.

છેલ્લા ક્વાર્ટરની શરૂઆતમાં જ ગ્રેટ બ્રિટનને પેનલ્ટી કૉર્નર મળ્યો જેનો સરસ બચાવ કર્યો પરંતુ ફરીથી મળેલા પેનલ્ટી કૉર્નરે ગ્રેટ બ્રિટનને એ ગોલ અપાવ્યો જેણે તેમને 4-3થી આગળ કરી દીધા. ભારતે અહીં કોશિશ કરી, ટીમે 7મો પેનલ્ટી કૉર્નર પણ મળ્યો પરંતુગોલ મળી શક્યો નહિ.

English summary
Tokyo 2020: Indian women's hockey team could not creat history but won hearts with its game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X