For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: બે ઓલિમ્પિક એથલીટોના કોરોના ટેસ્ટ આવ્યા પૉઝિટીવ, સ્પર્ધા છોડવા માટે મજબૂર

ટોકિયો 2020 ઓલિમ્પિક આયોજકોએ ગુરુવારે કહ્યુ કે ઓલિમ્પિક ગેમમાં રહેલા બે એથલીટોનો કોવિડ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટોકિયો 2020 ગેમ્સ શુક્રવારથી શરૂ થવાની છે અને અહીં કોવિડ-19ના પ્રસારને રોકવા માટે કડક ક્વૉરંટાઈન નિયમો સહિત ઘણા પ્રકારની કડકાઈ કરવામાં આવી છે તેમછતાં એથલીટો અને રમતો સાથે જોડાયેલા અન્ય લોકોમાં કોવિડના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. ટોકિયો 2020 ઓલિમ્પિક આયોજકોએ ગુરુવારે કહ્યુ કે ઓલિમ્પિક ગેમમાં રહેલા બે એથલીટોનો કોવિડ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આયોજકોએ બે એથલીટો સહિત કુલ મળીને 11 નવા પૉઝિટીવ કેસની જાહેરાત કરી જેનાથી કુલ 89 કેસ થઈ ગયા છે.

olympics 2021

સંયુક્ત રાજ્ય અમેરિકાના પુરુષની વૉલીબૉલ ટીમના એક સભ્યના કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યો. એનબીસીએ બુધવારે કહ્યુ કે એક અમેરિકી માટે આ પહેલુ સંક્રમણ છે જેની ટોકિયો રમતગમતમાં કમ્પીટ કરવાની આશા હતી. એનબીસીએ કહ્યુ કે અમેરિકી મહિલા જિમ્નેસ્ટીક ટીમના બે સભ્યોનો પહેલા જ કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવી ચૂક્યો છે પરંતુ તે વૈકલ્પિક હતા અને પ્રતિસ્પર્ધા કરવાના આશા નહોતી. આ ઉપરાંત ટીમ ગ્રેટ બ્રિટને એક નિવેદનમાં કહ્યુ કે બ્રિટનની દુનિયાની નંબર એક નિશાનેબાજ એમ્બર હિલે બુધવારે ટોકિયો ઓલિમ્પિકથી હટવાનો નિર્ણય કર્યો, તેને કોવિડ-19 પૉઝિટીવ આવ્યા બાદ આ કરવા માટે મજબૂર થવુ પડ્યુ. હિલનુ કહેવુ છે કે તે આનાથી સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તે ઓલિમ્પિકમાં સારુ રમવાની હતી.

વળી, ડચ સ્કેટબૉર્ડર જેકબ્ઝનુ કહેવુ છે કે કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેનુ દિલ તૂટી ગયુ છે અને હવે તે ઓલિમ્પિક રમતમાં ભાગ નહિ લઈ શકે પરંતુ તેણે કહ્યુ કે તેના સાથી હજુ પણ કમ્પીટ કરવામાં સક્ષમ હશે. ચેક ગણરાજ્યના ટેબલ ટેનિસ ખેલાડી પાવેલ સિરુસેકનો પણ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. એક દિવસ પહેલા ચેક ઓલિમ્પિક ટીમે કહ્યુ કે એક વૉલીબૉલ ટ્રેનર પણ પૉઝિટીવ હતા. એક વૉલીબૉલ ખેલાડીએ સોમવારે ટેસ્ટ કરાવ્યો જે પૉઝિટીવ આવ્યો.

English summary
Tokyo 2020: Two Olympic athletes tested corona positive, forced to leave the compitition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X