For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2020: જેવલિન થ્રોમાં અન્નૂ રાની ફાઈનલની રેસથી બહાર

ભારતીય એથલીટ અન્નૂ રાની જેવલિન થ્રોના ફાઈનલમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ ભારતીય એથલીટ અન્નૂ રાની જેવલિન થ્રોના ફાઈનલમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે. યુપીના મેરઠથી ટોક્યો સુધીની સફર પસાર કરનારી અન્નૂ રાનીએ ભાલા ફેંક સ્પર્ધા માટે ક્વૉલિફાઈ કર્યુ હતુ પરંતુ તે અંતિમ 12માં જગ્યા બનાવી શકી નહિ. તે પહેલી ભારતીય છે જેણે વર્લ્ડ રેકિંગમાં જગ્યા બનાવીને ઓલિમ્પિકમાં પોતાની સીટ સુનિશ્ચિત કરી શકી હતી. પરંતુ તે 15 ખેલાડીઓની લિસ્ટમાં 14માં સ્થાને રહી અને ફાઈનલ રાઉન્ડ સુધી જઈ શકી નહિ.

Annu Rani

તમને જણાવી દઈએ કે ટોક્યો ઓલિમ્પિકના 11માં દિવસે ધાવિકા દુતી ચંદ મહિલાઓની 200 મીટર રેસમાં સેમીફાઈનલ માટે ક્વૉલિફાઈ કરી શકી નહોતી. વળી, મહિલા હૉકી ટીમે ઑસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ડિસ્કસ થ્રોમાં કમલપ્રીત કૌર મેડલ જીતવાથી ચૂકી ગઈ અને છઠ્ઠા સ્થાને રહી. ફૌઆદ મિર્ઝાએ ઘોડેસવારીમાં ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. નિશાનેબાજીમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને સંજીવ રાજપૂત ફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા.

આ પહેલા 10મો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. જેમાં શટલર પીવી સિંધુએ દેશ માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા તીરંદાજીમાં અતાનુ દાસને પ્રી-ક્વૉર્ટર ફાઈનલમાં જાપાની આર્ચરથી હારનો સામનો કરવો પડ્યો જ્યારે બૉક્સિંગમાં પદકની મોટી આશા અમિત પંઘાલની સફર રાઉન્ડ ઑફ 16માં જ સમાપ્ત થઈ ગઈ.

English summary
Tokyo Olympics 2020: Annu Rani fails to qualify for final in Javelin throw
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X