For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2020 : સમાન સ્કોર છતાં કેમ હારી સોનમ મલિક?

યુવા ભારતીય કુસ્તીબાજ સોનમ મલિક તેની પ્રથમ મેચમાં મંગોલિયાની બોલોર્ટુયા ખુરેલખુ સામે હારી ગઈ હતી. 62 કિલોની કેટેગરીમાં તેની પ્રથમ મેચમાં સોનમ અને બોલોર્ટુયાએ 2-2નો સ્કોર કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

Tokyo Olympics 2020 : યુવા ભારતીય કુસ્તીબાજ સોનમ મલિક તેની પ્રથમ મેચમાં મંગોલિયાની બોલોર્ટુયા ખુરેલખુ સામે હારી ગઈ હતી. 62 કિલોની કેટેગરીમાં તેની પ્રથમ મેચમાં સોનમ અને બોલોર્ટુયાએ 2-2નો સ્કોર કર્યો હતો, પરંતુ આમ છતાં સોનમને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ પ્રશ્નો ઉઠાવ્યા કે, સ્કોર સમાન હોવા છતાં પણ સોનમ મલિકને મેચમાં હારનો સામનો કેમ કરવો પડ્યો?

સોનમ મલિકને મેચમાં હારનો સામનો કેમ કરવો પડ્યો?

સોનમ મલિકને તેના પ્રતિસ્પર્ધીના નિષ્ક્રિય પ્રતિભાવને કારણે મેચની પ્રથમ ત્રણ મિનિટમાં તેનો પહેલો પોઇન્ટ મળ્યો હતો. નિયમ મુજબ, જો બેમાંથી કોઈ પણ ખેલાડી પ્રથમ બે મિનિટમાં કોઈ પોઈન્ટ સ્કોર ન કરે, તો નિષ્ક્રિય રહેલા ખેલાડીની સરખામણીમાં સક્રિય ખેલાડીને એક પોઈન્ટ આપવામાં આવે છે. જે બાદ સોનમને વિરોધી ખેલાડીને પીળી લાઈનમાંથી બહાર ધકેલીને બીજો પોઈન્ટ મળ્યો હતો. શરૂઆતમાં સોનમ મલિકે 2-0ની લીડ મેળવી હતી.

Sonam Malik

મોંગોલિયન ખેલાડી પોઈન્ટ્સ દાવથી જીતી

જે બાદ આગળની ત્રણ મિનિટમાં બોલોર્ટુયાને સીધા બે પોઇન્ટ મળ્યા હતા. મેચની છેલ્લી 15 સેકન્ડમાં મંગોલિયન ખેલાડીએ બે પોઈન્ટ મેળવ્યા હતા અને નિયમો અનુસાર, જો બંને ખેલાડીઓના પોઈન્ટ સમાન હોય, તો જે ખેલાડીએ સૌથી વધુ પોઈન્ટ સાથે દાવ લગાવ્યો હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સોનમ મલિકે તેના પ્રથમ બે પોઇન્ટ્સ 1-1થી મેળવ્યા જ્યારે બોલોર્ટુયાએ સીધા 2 પોઇન્ટનો દાવ રમ્યો હતો. જેના કારણે તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

સોનમ મલિકની ટોક્યો ઓલિમ્પિક 2020ની સફર સમાપ્ત થઈ ગઈ

આ હાર સાથે સોનમ મલિક ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ આ પછી પણ જો મંગોલિયા ખેલાડી બોલોર્ટુયા ફાઇનલમાં પહોંચી હોત તો તેને બ્રોન્ઝ મેડલ જીતવાની તક જીવંત હતી, પરંતુ મંગોલિયાની ખેલાડી તેની પછીની મેચ હારી ગઇ, જેના કારણે સોનમ મલિકને રિપેચેજ રાઉન્ડમાં રમવાની તક મળી નહીં. જે કારણે સોનમ મલિકની ટોક્યો ઓલિમ્પિક 2020ની સફર સમાપ્ત થઈ ગઈ હતી.

English summary
Young Indian wrestling wrestler Sonam Malik lost to Mongolia's Bolortuya Khurelkhu in her very first match. In their first match in the 62 kg category, Sonam and Bolortuya scored 2-2 but despite this Sonam had to face defeat in the match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X