For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Olympics 2020: જાણો કોણ છે અદિતિ અશોક જે ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવી શકે છે

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ફર અદિતિ અશોકે ભારતની એક મેડલની આશા હજુ જીવંત રાખી છે. જાણો કોણ છે અદિતિ અશોક.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ફર અદિતિ અશોકે ભારતની એક મેડલની આશા હજુ જીવંત રાખી છે. અદિતિ મહિલાઓના વ્યક્તિગત સ્ટ્રોક પ્લેના ત્રીજા દોર બાદ બીજા સ્થાને છે. તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી ભારતને એક મેડલ અપાવવાની સ્થિતિમાં પહોંચાડી દીધુ છે. 23 વર્ષીય અદિતિ પાસે ગોલ્ડ મેડલ જીતવાનો મોકો છે. 29 માર્ચ 1998માં બેંગલુરુમાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી અદિતિ અશોકે માત્ર 5 વર્ષની ઉંમરમાં જ ગોલ્ફ રમવાનુ શરૂ કરી દીધુ હતુ. દીકરીની લગન જોઈને પિતાએ તેને કર્ણાટક ગોલ્ફ એસોસિએશન ડ્રાઈવિંગ રેન્જ લઈ જતા. બાદમાં અદિતિએ ગોલ્ફને જ પોતાનુ કરિયર બનાવી દીધુ.

aditi ashok

અદિતિએ સૌથી પહેલા 13 વર્ષની ઉંમરે 2011માં બેંગલુરુમાં ઈન્ડિયન ઓપન પ્રો ચેમ્પિયનશિપમાં ભારતની જાણતીી ગોલ્ફર સ્મૃતિ સિમી મહેરાને હરાવી હતી. ત્યારબાદ તે 2013માં એશિયન યુથમાં રમી અને 2014માં યુથ ઓલિમ્પિક રમતમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ. 17 વર્ષની ઉંમરે અદિતિ અશોકે મોરક્કોમાં લલ્લા આઈટી ટૂર સ્કૂલ જીતી. આ જીત સાથે તે ક્વૉલિફાઈંગ સ્કૂલ જીતનારી પહેલી ભારતીય અને સૌથી નાની ઉંમરની ગોલ્ફર બની ગઈ.

વર્ષ 2016માં અદિતિએ 3-અંડર 213 સ્કોર સાથે હીરો મહિલા ઈન્ડિયન ઓપનનો ખિતાબ જીત્યો. આ સાથે જ તે લેડીઝ યુરોપિયન ટાઈટલ જીતનારી પહેલી ભારતીય ગોલ્ફર બની ગઈ. ત્યારબાદ તેણે કતર લેડીઝ ઓપનમાં જીત મેળવી અને એ સિઝનના ઑર્ડર ઑફ મેરિટમાં બીજુ સ્થાન મેળવ્યુ. 2016માં તેણે રુકી ઑફ ધ યરનો અવૉર્ડ જીત્યો. 2017માં અદિતિ ભારતની પહેલી એલપીજી ખેલાડી બની અને લુઈસ સુગ્ઝ રોલેક્સ રુકી ઑફ ધ યર સ્ટેંડિંગમાં તેણે 8મુ સ્થાન મેળવ્યુ. અદિતિને 2020માં અર્જૂન અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

English summary
Tokyo Olympics 2020: Golfer Aditi Ashok who can give India a medal in the Olympics, All you need to know about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X