For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2021 LIVE Updates, ઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 7 મેડલ જીત્યા

ટેક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શાનદાર રીતે થઈ. આખરે જાપાને માર્ચ પાસ્ટ કર્યું, જે બાદ શપથ સમારોહ થયો. ઓલિમ્પિકમાં પોતાના ઝલવા દેખાડવા માટે 206 દેશના 11000થી વધારે એથલેટ તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

ટેક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શાનદાર રીતે થઈ. આખરે જાપાને માર્ચ પાસ્ટ કર્યું, જે બાદ શપથ સમારોહ થયો. ઓલિમ્પિકમાં પોતાના ઝલવા દેખાડવા માટે 206 દેશના 11000થી વધારે એથલેટ તૈયાર છે. ઓપનિંગ સેરેમની પહેલાં 10 હજારથી વધુ લોકોના સામેલ થવાની ઉમ્મીદ હતી, પરંતુ કોરોનાને પગલે સંખ્યા 1 હજારથી ઘટાડી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં દર્શકોની ભલે હાજરી ના હોય, પરંતુ સેરેમનીના અવસર પર ટોક્યોનું શહેર રંગોમાં બદલાઈ ગયું છે. હવાઈ જહાજોથી છોડવામાં આવેલ રંગોનો નજારો આખું ટોક્યો જોઈ રહ્યું છે. ઓલિમ્પિકની દરેક અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.

Neeraj Chopra

Newest First Oldest First
4:40 PM, 8 Aug

રવિવારે સમાપન સમારોહ ઓલિમ્પિક સ્ટેડિયમમાં થશે, જેમાં મોટાભાગના ખાલી સ્ટેડિયમમોમાં 16 દિવસની પ્રતિયોગિતાઓ જોવા મળી.
4:39 PM, 8 Aug

પુરુષોના વોટર પોલોમાં સર્બિયાએ ટોક્યો ઓલિમ્પિકનો અંતિમ ગોલ્ડ મેડલ જીત્યો.
4:39 PM, 8 Aug

આ ક્ષણ બંમેશા યાદ રહેશેઃ નિરજ ચોપડા
4:38 PM, 8 Aug

ટોક્યો ગેમ્સનો સમાપન સમારોહ ભારતીય સમયાનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.
9:58 AM, 8 Aug

કેન્યાના એલ્યૂડ કિપજોગેએ ઓલિમ્પિકમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષોની મેરાથોનમાં તેમણે આ મેડલ પોતાના નામે કર્યો છે. પાછલા વર્ષે કિપજોગેએ 17 મેરાથોનમાં ભાગ લીધો છે અને માત્ર 2 રેસ હાર્યા છે, બે કલાકની મેરાથોનમાં તેમના નામે વિશ્વ રેકોર્ડ છે.
9:57 AM, 8 Aug

8 ઓગસ્ટે મહત્વના મુકાબલા. 1- મહિલા વૉલીબોલનો ફાઈનલ મુકાબલો આજે અમેરિકા વર્સિસ બ્રાઝીલ વચ્ચે રમાશે. 2- વોટર પોલોમાં આજે પુરુષોનો ફાઈનલ મુકાબલો રમાશે. 3- સાઈક્લિંગમાં આજે ટ્રેક ફાઈનલ્સનો મુકાબલો છે. 4- જિમનાસ્ટિક્સમાં આજે રિદમિક ગ્રુપનો ફાઈનલનો મુકાબલો છે. 5- હોલીબોલમાં આજે મહિલાઓનો ફાઈનલ મુકાબલો છે. 6- ટ્રેક એન્ડ ફીલ્ડમાં આજે પુરુષોની મેરાથોન છે. બોક્સિંગનો આજે ફાઈનલ મુકાબલો છે.
5:47 PM, 7 Aug

નીરજ ચોપરાએ ભારત માટે ટોક્યો ઓલમ્પિકનું પ્રથમ ગોલ્ડ જીત્યો હતો અને ભારતે ઓલમ્પિકમાં તેના અગાઉના રેકોર્ડને તોડીને 7 મેડલ જીત્યા છે.
5:47 PM, 7 Aug

ચેક રિપબ્લિકના વેસ્લીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે જાકુબે સિલ્વર જીત્યો હતો. ભારતના નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો અને ઇતિહાસ રચ્યો.
5:43 PM, 7 Aug

નિરજ ચોપડાએ ગોલ્ડની રેસમાં સૌથી વધુ 87.58 મીટર ફેંકીને ગોલ્ડ પોતાને નામ કર્યો હતો.
5:42 PM, 7 Aug

ભાલા ફેંકમાં નિરજ ચોપડાએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ.
5:37 PM, 7 Aug

બરછી ફેંકવાનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે અને ટોચની 3 પર તમામની નજર હોવાથી, બેલારુસ અને મોલ્ડોવાના પ્રજાસત્તાકના ખેલાડીઓ બહાર થઈ ગયા છે.
5:35 PM, 7 Aug

બજરંગે મેચ 8-0થી જીતી હતી. તે ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં બીજો મેડલ હતો. અગાઉ રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
12:17 PM, 7 Aug

એ ભારતની પહેલી મહિલા ગોલ્ફર છે જેણે ઓલિમ્પિકમાં નંબર 4 પર રહેવાની ઉપલબ્ધિ મેળવી છે.
11:15 AM, 7 Aug

અદિતિના આ પ્રદર્શન પર ભારતના રાષ્ટ્રપતિ કોવિંદે અભિનંદન આપ્યા અને કહ્યુ કે દેશની વધુ એક દીકરીએ પોતાની અમીટ છાપ છોડી છે.
11:14 AM, 7 Aug

અદિતિ અંતિમ રાઉન્ડમાં માત્ર એક શૉટથી મેડલ ચૂકી ગઈ પરંતુ ઈતિહાસમાં પોતાનુ નામ નોંધાવી દીધુ. વિશ્વ નંબર 1 અને એલપીજીએ ચેમ્પિયનશિપ વિજેતા નેલી કોર્ડાએ પોતાની શાનદાર કરિયરમાં ઓલિમ્પિક સુવર્ણ પદક જોડ્યો.
9:07 AM, 7 Aug

હવામાન ખરાબ થયુ. ખેલાડી પોતાના બૉલ માર્ક કરીને બહાર આવી રહ્યા છે.
9:06 AM, 7 Aug

ન્યૂઝીલેન્ડની લીડિયા અને ભારતની અદિતિ અશોક ટાઈડ 3 થઈ ચૂકી છે.
9:06 AM, 7 Aug

અમેરિકાની નેલી કૉર્ડા ટૉપ પર છે.
9:06 AM, 7 Aug

અદિતી શાનદાર પ્રદર્શન કરીને ભારતની માટે મેડલની દોડમાં યથાવત છે.
7:51 PM, 6 Aug

ગુરપ્રીત સિંહ નિરાશ, 50 કિમી ચાલને પૂર્ણ કરી શક્યા નહીં
7:50 PM, 6 Aug

બજરંગ પુનિયા સેમીફાઇનલમાં હાજી અલીયેવ સામે હારી ગયો હતો.
7:49 PM, 6 Aug

ભારતીય હોકીની આ સફર અદભૂત રહી છે. ટીમ છેલ્લી મેચ સુધી લડી હતી. નબળી શરૂઆતથી અહીં સુધીની સફર અકલ્પનીય હતી.
7:48 PM, 6 Aug

ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ છે. ગ્રેટ બ્રિટને 4-3થી મેચ જીતી હતી.
8:47 AM, 6 Aug

ભારત કાંસ્ય પદક લેવાથી ચૂકી. ગ્રેટ બ્રિટન 4-3થી જીત્યુ.
8:46 AM, 6 Aug

ભારતને મળી નિરાશા. ગ્રેટ બ્રિટનને મળી જીત.
8:41 AM, 6 Aug

5 મિનિટથી ઓછો સમય બાકી
8:35 AM, 6 Aug

ભારતનો આ પેનલ્ટી કૉર્નર નિષ્ફળ રહ્યો છે.
8:35 AM, 6 Aug

ભારતને 7મો પેનલ્ટી કૉર્નર મળ્યા જેના પર રિવ્યુ લેવામાં આવ્યો છે.
8:29 AM, 6 Aug

છેવટે ગ્રેટ બ્રિટનને પેનલ્ટી કૉર્નર દ્વારા એક ગોલ મળી ગયો છે. તે 4-3થી આગળ છે.
8:24 AM, 6 Aug

અંતિમ ક્વાર્ટર શરૂ થતા જ ગ્રેટ બ્રિટનને પેનલ્ટી કૉર્નર મળ્યો.
READ MORE

English summary
Tokyo Olympics 2021 Live Updates Day 1 Results and Highlights in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X