Tokyo Olympics : લોંગ જમ્પર એમ શ્રીશંકરના પ્રદર્શને નિરાશ કર્યા
ટોક્યો ઓલિમ્પિક્સ પહેલા ફિટનેસ ટ્રાયલ્સમાં નબળા પ્રદર્શન બાદ ભારતીય લોંગ જમ્પર મુરલી શ્રીશંકર ભારતીય એથ્લેટિક્સ ટીમમાંથી બહાર થવાની કગાર પર છે.
ટોક્યો ઓલિમ્પિક્સ પહેલા ફિટનેસ ટ્રાયલ્સમાં નબળા પ્રદર્શન બાદ ભારતીય લોંગ જમ્પર મુરલી શ્રીશંકર ભારતીય એથ્લેટિક્સ ટીમમાંથી બહાર થવાની કગાર પર છે. શ્રીશંકરે પટિયાલામાં ફેડરેશન કપમાં 8.26 મીટરનો નવો રેકોર્ડ બનાવ્યા બાદ ટોક્યો ઓલિમ્પિક્સ લાંબી કૂદ બર્થ જીતી હતી. શ્રીશંકરે ફેબ્રુઆરીમાં ઈન્ડિયન ગ્રા. પ્રી. માં પુરૂષોની લાંબી કૂદમાં 8.5 મીટરની છલાંગ લગાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે, તે 2018 એશિયન ગેમ્સમાં 7.83 મીટર સાથે ચોથા સ્થાને રહ્યો હતો.

નેશનલમાં ભાગ ને લેનારા બધાને ફિટનેસ ટ્રાયલ આપવા જણાવાયુ હતું. 8.૨6 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ઓલિમ્પિકમાં જગ્યા બનાવનાર શ્રીશંકરે શરૂઆત પહેલા ફિટનેસ ટ્રાયલમાં નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓ ફિટનેસ ટ્રાયલ દરમિયાન તેના 7.48 મીટર અને 7.33 મીટરના જમ્પથી હેરાન રહી ગયા છે. આ ટીમ થોડા દિવસોમાં ટોક્યો જવા રવાના થનાર છે ત્યારે શુક્રવારે પસંદગી સમિતિની બેઠક મુરલી શ્રીશંકરનું ભાવિ નક્કી કરશે.
શ્રીશંકરની લાયકાત 8.26 મીટર હતી, તેનાથી ઓછામાં ઓછા 7.95 કે 8 મીટરના જમ્પની અપેક્ષા હતી. પરંતુ તે 7.48 પર અટકી ગયો. તેનો બીજુ શ્રેષ્ઠ પ્રદર્શન 7.33 હતું. શ્રીશંકરે ટ્રાયલના એક દિવસ પહેલા 7.48 મીટરની છલાંગ લગાવી જે તેના ક્વોલિફાય પ્રદર્શન કરતા 80 સેમી ઓછી હતી.












Click it and Unblock the Notifications
