For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics: વધુ એક મેડલની આશા, મેડલથી એક કદમ દુર બજરંગ પુનિયા

કુસ્તીમાં ભારતને ગોલ્ડ મેડલની મોટી આશા જાગી છે. બજરંગ પુનિયા સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કુસ્તીમાં ભારતને ગોલ્ડ મેડલની મોટી આશા જાગી છે. બજરંગ પુનિયા સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. પુનિયાએ 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં પ્રથમ રાઉન્ડની નબળી જીત નોંધાવ્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં તેના પ્રતિસ્પર્ધીને 2-1થી હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી અને હવે તે મેડલનો મજબૂત દાવેદાર બની ગયો છે.

Bajrang Poonia

બજરંગ પુનિયાએ 1/8 માં કિર્ગીસ્તાનના એર્નાજર અકમાતાલીવનો સામનો કર્યો હતો અને પહેલા રાઉન્ડ બાદ 3-1થી આગળ રહ્યો હતો. જો કે, બજરંગને બે વખત હદ બહાર ધકેલીને અકમતાલીવે બીજા રાઉન્ડમાં પુનરાગમન કર્યું. બજરંગ છેલ્લી આઠ સેકન્ડમાં સફળતાપૂર્વક બચાવ કરવામાં સફળ રહેતા સ્કોર 3-3 રહ્યો હતો, જેમાં પુનિયાને તકનીકી શ્રેષ્ઠતાના આધારે જીત મળી હતી.

પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ ક્વાર્ટર ફાઇનલમાં બજરંગ પુનિયાનો સામનો ઇરાનના મુર્તઝા ઘિયાસી ચેકા સાથે થયો હતો. ઈરાની કુસ્તીબાજે મેચમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું અને પુનિયા પ્રથમ રાઉન્ડના અંતે 0-1થી પાછળ હતો. પરંતુ અહીં બજરંગે તે જ કર્યું જે ટોક્યો ઓલિમ્પિક 2020 સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ રવિ કુમારે કર્યું હતું. તેણે તેના વિરોધીને પિન કરીને મેચ જીતી લીધી. આ સાથે તેની સેમીફાઈનલમાં પ્રવેશની પુષ્ટિ થઈ.

બજરંગ પુનિયાની સેમીફાઇનલ મેચ આજે જ બપોરે અઝરબૈજાનના હાજી અલીયેવ સામે થશે. ટોક્યો ગેમ્સમાં કુસ્તી દળમાંથી બજરંગ પાસેથી ભારતને સૌથી મોટી મેડલની આશા છે. તેણે 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને પછી 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. ત્યારબાદના પરિણામોએ તેને ટોક્યો 2020 માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી. બજરંગ આ ઓલિમ્પિકમાં સેમીફાઇનલમાં પહોંચનાર ત્રીજો ભારતીય કુસ્તીબાજ છે. રવિ કુમાર દહિયા અને દીપક પુનિયાએ તેની પહેલા આ કર્યું છે.

English summary
Tokyo Olympics: Hope for one more medal, Bajrang Poonia one step away from the medal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X