For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: કમલપ્રીત કૌરે ડિસ્કસ થ્રોમાં કર્યો કમાલ, ડિફેંડીંગ ચેમ્પિયનને પછાડીને ફાઈનલમાં પહોંચી

ભારતની ડિસ્કસ થ્રો એથલીટ કમલપ્રીત કૌર પોતાના ઓલિમ્પિક પદાર્પણ પર જરાય નર્વસ ન દેખાઈ અને ફાઈનલ માટે ક્વૉલિફાઈ કરી લીધુ.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ ભારતની ડિસ્કસ થ્રો એથલીટ કમલપ્રીત કૌર પોતાના ઓલિમ્પિક પદાર્પણ પર જરાય નર્વસ ન દેખાઈ અને ફાઈનલ માટે ક્વૉલિફાઈ કરી લીધુ. પટિયાલાની 25 વર્ષીય ખેલાડી શનિવારે મહિલા ડિસ્કસ થ્રો ક્વૉલીફિકેશનમાં બધાને ચોંકાવીને ટોક્યો ઓલિમ્પિક સ્ટેડિયમમાં પોતાનુ શાનદાર પ્રદર્શન કર્યુ. કમલપ્રીત કૌરે 64 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ડિસ્કસના ફાઈનલ માટે ક્વૉલિફાઈ કર્યુ. વાસ્તવમાં તે ફીલ્ડમાં હાજર 31 મહિલાઓમાં માત્ર બે થ્રોઅરમાં શામેલ હતી જેમણે 64 મીટર કે તેનાથી વધુ થ્રો સાથે ઑટોમેટિક ક્વૉલિફિકેશનને નિશ્ચિત કરી દીધુ.

Kamalpreet Kaur

કમલપ્રીત કૌરનો 64 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો બે વારની ઓલિમ્પિક ચેમ્પિયન સાંદ્રા પેરકોવિકના 63.75 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રોથી સારો હતો. કમલપ્રીતે 60.29 મીટર થ્રો સાથે શરૂઆત કરી પરંતુ પોતાના બીજા રાઉન્ડમાં 63.97માં સુધારો કર્યો. પોતાના અંતિમ પ્રયત્નમાં સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવીને આ યુવા ખેલાડીએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ. મહિલા ડિસ્કસની ફાઈનલ 2 ઓગસ્ટ સોમવારે થશે. હવે જો તે અહીં પણ ફૉર્મ ચાલુ રાખશે તો તે ભારત માટે રમતના ઈતિહાસમાં બહુ મોટો દિવસ હશે.

ટ્રેક એન્ડ ફીલ્ડમાં કોઈ ભારતીય મહિલા ખેલાડી ઓલિમ્પિક મેડલ નથી લઈ શકી. પુરુષ ખેલાડીઓ માટે પણ આ ક્ષેત્રમાં મેડલ દુર્લભ વસ્તુ છે. કમલપ્રીતે આ વર્ષની શરૂઆતમાં 66.59 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે નવો રાષ્ટ્રીય રેકૉર્ડ બનાવ્યો હતો કે જે 2021માં દુનિયામાં છઠ્ઠો સર્વશ્રેષ્ઠ થ્રો છે. આ દરમિયાન કમલપ્રીતની આદર્શ અને 4 વારની ઓલિમ્પિયન સીમા પુનિયા ફાઈનલ માટે ક્વૉલીફાઈ કરવામાં નિષ્ફળ રહી. તે 60.57 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે 12માં સ્થાને રહી

English summary
Tokyo Olympics: Kamalpreet Kaur enters into women's discus final.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X