For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2020 : મેરી કોમની ઓલિમ્પિક સફરનો અંત

ભારત માટે દિવસની સૌથી મોટી મેચ મેરી કોમ અને કોલમ્બિયાની ઇંગ્રિટ વેલેન્સિયા વચ્ચે હતી. આ મેચમાં ભારત માટે મેજર અપસેટ સર્જાયો હતો. આ મેચમાં મેરી કોમની હાર સાથે મેડલ મળવાની આશા સમાપ્ત થઈ ગઇ હતી.

|
Google Oneindia Gujarati News

Tokyo Olympics 2020 , જુલાઈ 29 : ભારત માટે દિવસની સૌથી મોટી મેચ મેરી કોમ અને કોલમ્બિયાની ઇંગ્રિટ વેલેન્સિયા વચ્ચે હતી. આ મેચમાં ભારત માટે મેજર અપસેટ સર્જાયો હતો. આ મેચમાં મેરી કોમની હાર સાથે મેડલ મળવાની આશા સમાપ્ત થઈ ગઇ હતી. જબરદસ્ત કોમ્પિટિશનવાળી આ મેચમાં મેરી કોમે અંત સુધી હાર માની ન હતી, પરંતુ અંતમાં કોલમ્બિયાની ખેલાડી વેલેન્સિયાએ બાજી મારી હતી.

મેરી કોમ આ મેચના ત્રીજા રાઉન્ડમાં મેચ 2-3થી હારી ગઇ હતી. લવલિના અને પૂજા રાનીના રૂપમાં બે ભારતીય મહિલા બોક્સર પહેલાથી જ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ચૂક્યા છે અને મેરી કોમ પણ ફાઇનલ 8માં પહોંચવા માટે આ મેચ રમી રહી હતી. મેચ ભલે ન જીતી શકી પણ આ મેચ દરમિયાન મેરી કોમનું પ્રદર્શન પ્રશંસનીય હતું.

Mary kom

મેચમાં વેલેન્સિયાએ પહેલો અટેક કર્યો હતો. મેરી કોમે મેચની શરૂઆત રક્ષાણાત્મક રીતે કરી હતી. બંનેએ ક્લીન પંચ્સ ફટકાર્યા પણ બંને એ પોતાની એનર્જી બચાવીને રમ્યા હતા. આ દરમિયાન મેરી કોમની બે-ત્રણ પ્રહાર સંપૂર્ણપણે લક્ષ્ય પર હતી. કાંટાની ટક્કર સાથે મેચ આગળ વધી રહી હતી. કોઈપણ કોઈના પર ભારે પડતું જોવા મળી રહ્યું ન હતું. જો કે, મેચ દરમિયાન વેલેન્સિયા આક્રમક રહી હતી. જે કારણે ચાર ન્યાયાધીશોએ વેલેન્સિયાને પોઇન્ટ આપ્યા હતા, જ્યારે ફક્ત એક જ જજે મેરી કોમને દસ પોઇન્ટ આપ્યા હતા.

મેરીએ આ હાર બાદ બીજા રાઉન્ડમાં વાપસી કરી હતી, જ્યારે વેલેન્સિયા આક્રમક બની ત્યારે મેરી કોમ બચાવ કરતી જોવા મળી હતી અને ત્યારબાદ મેરીએ ક્લીન પંચ્સ ફટકાર્યા હતા અને એક બાદ એક ફટકો માર્યો હતો. આ રમતમાં કેટલીકવાર વયનો તફાવત રમત હોય છે, પરંતુ મેરી કોમે સાબિત કર્યું કે અનુભવ પણ જરૂરી છે. તેનો રાઇટ હૂક સીધો જ વેલેન્સિયાના ચહેરા પર વાગ્યો. હતો, પછી મેરીએ સતત બીજો ફટકો માર્યો હતો. સંપૂર્ણ ઉર્જા બતાવીવે મેરીએ વેલેન્સિયાને હરાવવા માટે અનેક બોડી પંચ્સ માર્યા હતા. બીજા રાઉન્ડમાં વેલેન્સિયા પાસે મેરી કોમના પંચનો કોઇ તોડ ન હતો. બીજા રાઉન્ડમાં જજીસ મેરી કોમની તરફેણમાં હતા. જેમાં ત્રણ ન્યાયાધીશોએ મેરી કોમને સંપૂર્ણ 10 અંક આપ્યા હતા.

ત્રીજો રાઉન્ડ ખૂબ મહત્વનો હતો કારણ કે, અહીં બોક્સરે બાકીની ઉર્જા બચાવી રાખવી પડે છે. અહીં મેરી કોમ સામે મોટો પડકાર હતો. ઉંમરનો સૌથી મોટો તફાવત ત્રીજા રાઉન્ડમાં જ જોવા મળે છે. અહીં મેરીએ ઇંગ્રિટ વેલેન્સિયાના ચહેરા પર હૂક, પંચ અને પંચ કરવાની કોશિશ કરી હતી. બંને બહુ આક્રમક ન હતા, પરંતુ હવે મેરી કોમના ચહેરા પર થાકના નિશાન દેખાવા લાગ્યા હતા. અંતે ન્યાયાધીશોએ મેચ બાદ કોલમ્બિયાની ઇંગ્રિટ વેલેન્સિયાને વિજેતા જાહેર કરી હતી. આ અગાઉ મેરી કોમે બેવાર વેલેન્સિયાને પરાજિત કરી હતી, પરંતુ તે ત્રીજીવાર હારી જતા ટોક્યો ઓલિમ્પિક 2020ની તેની યાત્રાનો અંત આવ્યો હતો.

English summary
The biggest match of the day for India was between Mary Kom and Ingrit Valencia of Colombia. The match was a major upset for India. With the defeat of Mary Kom in this match, the hope of getting a medal was ended. In this match of fierce competition, Mary Kom did not lose until the end, but in the end Colombia's Valencia won. Mary Kom lost the match 2-3 in the third round. Two Indian women boxers in the form of Lovelina and Pooja Rani have already reached the quarterfinals and Mary Kom was also playing the match to reach the final eight. Although she did not win the match, Mary Kom's performance during the match was admirable.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X